<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

અમદાવાદ, આણંદ, સુરત, રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અતિભારે વરસાદની શક્યતા

દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા આગામી 15 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. જે અનુસાર આજે 10 જુલાઈ અને કાલે 11 જુલાઈએ સવાર સુધીમાં અમદાવાદ, આણંદ, સુરત, નવસારી તથા રાજકોટ અને જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

10 જુલાઈના રોજ આજે અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ થઇ શકે છે.

11 જુલાઈના રોજ જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

12થી 14 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરતમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

15 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(9:21 PM IST)