News of Wednesday, 10th July 2024
સાબરકાંઠામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાયા

સાબરકાંઠા,તા.૧૦
સાબરકાંઠામાં તલાટી કમ મંત્રી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ને ઉપિયાદ મળી હતી કે સાંબરકાંઠાના તલાટી કમ મંત્રી જીતેન્દ્ર પટેલ એક વ્યક્તિ પાસે લાંચ માંગી રહ્યા છે. આ અંગે આ વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જેને આધારે એસીબીના અધિકારીઓએ હિંમતનગર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયતમાં છટકુ ગોઠવ્યું હતું. જેમાં રૃ.૫૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી જીતેન્દ્ર પટેલ ઝડપાઈ ગયા હતા.તલાટી કમ મંત્રી એસીબીની ટ્રેપમાં ફસાતા હડકંપ મચી ગયો હતો. બીજીતરફ લાંચિયા સરકારી કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
