તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 10th July 2024
રાજ્યના 40 તાલુકામાં વરસાદ:બોટાદમાં 2 કલાકમાં પોણા બે ઈંચ અને ટંકારામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો
બોડેલીમાં 18 મિમી, લીલિયા, અને વેરાવળમાં 15-15 મિમી, માળિયા હાટીનામાં 14 મિમી, કુકાવાવમાં 13 મિમી, ખાંભા તાલુકામાં 12 મિમી, ભાણવડમાં 12 મિમી વરસાદ વરસ્યો

અમદાવાદ :સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યાં બાદ આજે દિવસ દરમિયાન 40 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આંકડા અનુસાર, આજે આખા દિવસ દરમિયાન સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ બોટાદમાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 ના બે કલાક દરમિયાન જ મોટાભાગનો વરસાદ વરસ્યો હતો. આ સિવાય મોરબીના ટંકારામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. અહીં પણ સાંજે 6 થી 8ના બે કલાકના સમયગાળા દરમિયાન 25 મિમી જેટલો વરસાદ વરસ્યો છે.
છોટે ઉદેપુરના બોડેલીમાં 18 મિમી, અમરેલીના લીલિયા, ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં 15-15 મિમી, જૂનાગઢના માળિયા હાટીનામાં 14 મિમી, અમરેલીના કુકાવાવમાં 13 મિમી, ખાંભા તાલુકામાં 12 મિમી, દેવભૂમિ-દ્વારકાના ભાણવડમાં 12 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી 8 ના બે કલાક દરમિયાન રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ,તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર-સોમનાથમાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
