<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

નર્મદા જિલ્લામાં વધુ એક બાઈક ચોરી : નાંદોદ તાલુકામાં બે બાઇક ચોરી બાદ હાલ ત્રીજી બાઈક ચોરાઇ

બાઈક ચોરો પોલીસને હાથતાળી આપતા હોય એમ એક બાદ એક બાઈકની ચોરી કરી પોલીસને ચકમો આપી રહ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુર ગામથી એક બાઈકની ચોરી થતા બાઈક માલિકે પોલીસમાં ફરિયાદ કરી છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેશભાઇ કાંતિલાલભાઇ વસાવા(રહે,રાણીપુર (નવીનગરી ફળિયુ) તા.સાગબારા )નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા શખ્શે ગઇ તા.૦૫/ ૦૭/૨૦૨૪ ના રાત્રીના અગિયારેક વાગ્યા થી તા.૦૬/૦૭/૨૦૨૪ના સવારના છ વાગ્યાના સમયગાળા દરમ્યાન તેમણે પોતાના ઘરની બાજુમાં ખુલ્લા શેડમા પાર્ક કરીને મુકેલ પોતાની હીરો કંપનીની હંક મોટર સાયકલ નંબર-GJ-26-L-1052 જેની આશરે કિ.રૂા.૪૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયો હોય સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    તાજેતરમાં નર્મદા જિલ્લામાંથી કુલ ત્રણ બાળકોની ચોરી થવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં બે બાઇક નાંદોદ તાલુકાનામાંથી ચોરાઇ હતી જયારે હાલમાં એક બાઈક સાગબારા તાલુકા માંથી ચોરી થતાં કુલ ત્રણ બાઈક ચોરી થઈ હોય બાઈક ચોરો પોલીસને હાથતાળી આપતા જોવા મળી રહ્યા છે

(12:17 AM IST)