<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

વિરસીંગપુરા ગામે દીપડો વારંવાર દેખાતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ : ફોરેસ્ટ વિભાગ પાંજરૂ મૂકે તેવી માંગ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લામાં કેટલાક ગામોમાં વારંવાર દીપડા દેખાઈ છે. ખાસ કરીને રાજપીપળા ના આજુબાજુ વિસ્તાર અને નાંદોદ તાલુકાના કેટલા ગામોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, થોડા દિવસ પહેલા જ દીપડાએ રામગઢ ખાતે આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ અકુવાડા ઘીરખડી ગામે પણ રાત્રે દીપડો દેખાયો હતો.
  તાજેતર માં નાંદોદ તાલુકાના વિરસીંગપુરા ગામ મા એક અઠવાડિયાથી દિપડાનો આતંક વધી ગયો છે, દિવસે ખેતરે જતા લોકો ફફડી રહ્યા છે, અને રાત્રે લોકો ડર ના માર્યા ઘર ની બહાર નીકળી.શકતા નથી. આ ગામમાં થોડા દિવસ પહેલા દીપડા એક બકરી ઉપર હૂમલો કર્યો હતો. ત્યારબાદ ગ્રામજનો માં ભય જોવા મળી રહ્યો છે માટે વન વિભાગ દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકે અને જબ્બે કરે તેવી લોકમાંગ છે. નહિ તો આ દીપડો કોઈ માનવ જાત પર હુમલો કરશે તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે.

(12:20 AM IST)