News of Thursday, 11th July 2024
ABVP ના 76 માં સ્થાપના દિવસ નિમિત્તે રાજપીપળા બિરસામુંડા કોલેજ ખાતે બેઠક યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, નર્મદા વિદ્યાર્થીઓના કોઈપણ પ્રશ્નનો ને પડતી તકલીફ બાબતે હર હમેશા આગળ આવીને આવેદનપત્ર આપી તેઓની સમસ્યા અને પ્રશ્નો ઉજાગર કરે છે અને નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે.
રાજપીપળા APH કેમ્પ્સમા બિરસામુંડા કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 76 માં સ્થાપના દિવસ નિમિતે ABVP નર્મદા જિલ્લા દ્વારા રાજપીપળા નગરની કારોબારીની ઘોષણા કરવામાં આવી.જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ચુડાસમા તેમજ જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રદેશ સહ મંત્રી પ્રેમપ્યારીબેન તડવી ઉપસ્થિત રહ્યા સાથે રાજપીપળા નગર મંત્રી તરીકે જતીન વસાવા ની નિમણૂક કરવામાં આવી છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
