<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

સેજપુર ગામે જમીન બાબતે ધીંગાણું : 5 સામે રાયોટીંગ નો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સેજપૂર ગામમાં જમીન બાબતે તકરાર થતાં પાંચ વ્યક્તિઓ વિરૂદ્ધ રાયોટીંગનો ગુનો દાખલ થયો છે.
  મળતી માહિતી અનુસાર નટવરભાઇ તલશીભાઇ વસાવા(રહે.સેજપુર, બસ સ્ટેન્ડ ફળીયુ ,તા.દેડીયાપાડા જી.નર્મદા)નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા ચૈતરીબેન તથા સતિષભાઇ નાઓ પોતાના ઘરે હતા તે વખતે (૧) નિલેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા (૨) કિરિટભાઇ લક્ષ્મણભાઇ વસાવા (૩) લક્ષ્મણભાઇ જીરીયાભાઇ વસાવા નાઓ તેમના ઘરની આગળ રોડ ઉપર આવી બુમો પાડી કહેતા હતા કે, તારી સાથે જમીનનો કોર્ટમા કેશ ચાલે છે જેથી તમારે હવે જમીનમાં પગ મુકવો નહી તેમ કહી મોટે મોટેથી બુમો પાડતા હોય ત્યારબાદ ગાળો બોલતા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા કિરીટ વસાવા એકદમ ઉશ્કેરાઈ તેના હાથમા રહેલ કુહાડીથી l સતિષભાઇ ને મારવા જતા સતિષભાઇએ પોતાનો બચાવ કરી લિધેલ આ વખતે લક્ષ્મણ વસાવા એ પણ તેના હાથમા રહેલ લાકડીથી સતિષભાઇને લાકડીના સપાટા મારી ઇજા કરી તેમજ ઢીક્કાપાટુનો માર મારી એમનુ ઉપરાણું લઈ (૪) સવરીબેન લક્ષ્મણભાઇ વસાવા (૫) દિપિકાબેન લક્ષ્મણભાઇ વસાવા તમામ રહે.સેજપુર ટેકરા ફળીયું નાઓ પણ આવી જઈ ગાળૉ બોલી ઝપાઝપી કરી ઢીક્કાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીએ એકસંપ થઈ સમાન ઇરાદો પાર પાડવા સારૂ પ્રાણઘાતક હથિયારોથી સજ્જ થઈ હુમલો કરતા ડેડીયાપાડા પોલીસે પાંચ વિરૂદ્ધ રાયોટીંગ નો ગુનો દાખલ કર્યો છે


 

(12:23 AM IST)