<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

વડીયા ખાતે આવેલી ગિરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના રસ્તા મુદ્દે વાલીઓમાં રોષ

કેટલીક ખાનગી શાળાના સંચાલકો તગડી ફી વસુલ કરવા છતાં જરૂરી સુવિધા નહિ આપતા હોય તો આવા સંચાલકો સામે પગલાં જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા પાસેના વડીયા માં આવેલ ગિરીરાજ ઇન્ટરનેશનલ સ્કૂલના રસ્તા મુદ્દે વાલીઓ માં રોષ જોવા મળી રહ્યો છે, રસ્તા તો જોખમી છે જ પરંતુ હાલ વરસાદ પડવાથી સ્કૂલ ના ગેટ પાસે કાદવ થઈ જતા વાલીઓ પોતાના બાળકો સાથે પડવાની ઘટનાઓ બની રહી છે, સારા રસ્તાની વાલીઓ  માંગ કરી રહ્યા છે.
  નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નજીક વડીયા ગામે શેઠ બાબુલાલ દલસુખભાઈ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ કાર્યરત છે, રાજપીપળા શહેર તેમજ આસપાસના ગામોના હજારો બાળકો અહીં અભ્યાસ અર્થે આવે છે,  ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલે સોસાયટીમાંથી જવાનો એક માત્ર માર્ગ છે, દિવસે ને દિવસે થતા સોસાયટી ડેવલોપમેન્ટના કારણે હવે સોસાયટીમાંથી પસાર થઈ શાળાએ જતા સ્કૂલ વાહનો ને જવામાં અગવડ પડે છે, શરૂઆતથીજ અહીં આર.સી.સી બાંધકામ વાળો રોડ છે, પરંતુ ધોવાણ થતા હવે આ રોડ બેસી જવા તેમજ ખાડા પડવાને કારણે બિસ્માર અને જોખમી બન્યો છે, એટલુંજ નહિ પરંતુ નવા બની રહેલા મકાનોના બિલ્ડરો દ્વારા કપચી રેતીનો સામાન આજ રોડ પર નાખી દેતા હાલ એક બાજુનો રોડ બંધ થઈ ગયો છે, તેમજ બીજી બાજુ રોડ બેસી ગયો છે જે ઘણો જોખમી છે જેને કારણે વાલીઓને શાળાએ પહોંચવું જોખમી બન્યું છે, હાલ પડી રહેલા વરસાદને કારણે સ્કૂલના ગેટ પાસે કાદવ કિચ્ચડ પણ વધી ગયું છે, જેમાંથી પગપાળા પણ પસાર થવું ખૂબ મુશ્કેલ છે, તાજેતરમાં શાળાએથી પોતાની દીકરીને લેવા આવેલી મહિલા સ્લીપ થતાં કાદવમાં પડી હતી, સદનસીબે કોઈ ઇજા થઈ ન હતી પરંતુ પોતાની બાળકી સાથે માતા કાદવથી તરબળ થઈ જતા પરત ઘરે જવું પણ મુશ્કેલ બન્યું હતું, એટલુંજ નહિ શાળાએ બાળકોને મુકવા આવતા અન્ય વાલીઓ નું પણ કહેવું છે કે આગળનો રસ્તો તો ખરાબ છે જ પરંતુ શાળાના ગેટ પાસે વરસાદને કારણે જે કાદવ કિચ્ચડ વધી ગયું છે તેનું શાળા સંચાલકો એ કોઈ નિરાકરણ લાવવું જોઈએ


 

(12:26 AM IST)