<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

રાજપીપળા કાળકા માતા મંદિર રોડ પર ભૂગર્ભ ગટર ઉભરાતા મળ મૂત્રથી ભકતોની લાગણી દુભાઈ

કામ કરનાર જવાબદાર એજન્સીનો કોઈજ કર્મચારી રાજપીપળામાં નથી માટે ઠેર ઠેર ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન:પાલિકા તંત્ર જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરી યોગ્ય મરામત કરાવે અથવા આ એજન્સીને બેદરકારી બદલ બ્લેકલિસ્ટ કરે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે અને વિકાસના કામો થાય છે પરંતુ તેમાં કામની ગુણવત્તા કે જવાબદારી બાબતે અનેક સવાલ ઊઠે છે માટે સરકારના કરોડો રૂપિયાનો ધુમાડો થયેલો જણાય છે.
  રાજપીપળામાં કરોડો રૂપિયાના ખર્ચે નંખાયેલ ભૂગર્ભ ગટર લાઇન જાણે શોભાના ગાઠીયા સામાન હોય એમ લાગી રહ્યું છે કેમ કે કામ કરનાર એજન્સીની અમુક વર્ષની જવાબદારી હોય જે તે એજન્સી દ્વારા કોઈપણ ખામી આવે ત્યારે તેની મરામત કરવાની હોય પરંતુ રાજપીપળા માં નાંખાયેલ ભૂગર્ભ ગટર નાખ્યાં બાદ જવાબદાર એજન્સી એ જાણે રાજપીપળાને નકશા માંથી જ ગાયબ કર્યું હોય તેમ કોઈપણ સમસ્યા માટે કોઈજ જવાબદારી નહિ સમજી કામગીરી કરતી નથી અને આ એજન્સીનો એકપણ કર્મચારી અહીંયા મૂક્યો નથી
    આમ તો રાજપીપળામાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને ગંદુ દુર્ગંધ મારતું પાણી માર્ગ ઉપર ફેલાય છે પરંતુ ખાસ કરીને કાળકા માતાના મંદિર વાળા રોડ ઉપર ગટર ઉભરાતા ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રસ્તા પર આવતા મંદિરે દર્શન કરવા જતા ભક્તો ની લાગણી દુભાઈ રહી છે. માટે પાલિકા તંત્ર જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરી યોગ્ય મરામત કરાવે અથવા આ એજન્સી ને બેદરકારી બદલ બ્લેકલિસ્ટ કરે તેવી માંગ ઉઠી છે


 

(12:29 AM IST)