News of Thursday, 11th July 2024
રાજપીપળા મતદાતા અભિવાદન સમારોહમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ વિરોધપક્ષનાં નેતા માટે બાલકનાથ શબ્દ વાપર્યો
વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા સામે આકરા પ્રહારો કર્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે ભરૂચ અને છોટાઉદેપુર લોકસભાના બંને સાંસદો મનસુખભાઈ વસાવા અને જશુભાઈ રાઠવાનો મતદાતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જેમાં કાર્યકરો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યાં બાદ પ્રતિભાવમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ લોકસભામાં રાહુલ ગાંધીને બાલકનાથ કહી રાહુલ ગાંધી સામે આકરા પ્રહારો કર્યા હતા. મનસુખભાઈએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા તરીકે તેમની કેવી ભૂમિકા હોય એને હાઉસમાં તેમનું ભાષણ કેવું હોવું જોઈએ એ તેમને ખબર નથી. તો આ લોકો દેશનું કેવી રીતે ભલુ કરશે,? રાષ્ટ્રના વિકાસમાં વિરોધ પક્ષનો શું રોલ હોવો જોઈએ એ ને સાબિત કરવામાં રાહુલ ગાંધી સાવ નિષ્ફ્ળ ગયા છે. આ વખતે દેશમાં બધા વિરોધ પક્ષો ભેગા થયા હતા. અને મોદી દેશમાં ત્રીજી વખત પ્રધાનમંત્રી ન બને અને ગુજરાતમાં લોકસભાની સીટો ઓછી આવે તેમજ 400 પાર ન કરે એના માટે વિરોધ પક્ષોએ આકાશ પાતાળ એક કર્યું હતું .આ પક્ષોનો વિચારધારા કે કોઈ મન મેળ નથી. છતાં પણ એ સફળ ના રહ્યા અને આજે પીએમ મોદી ત્રીજી વખત અન્ય સાથી પક્ષોના સહયોગથી પ્રધાનમંત્રી બન્યા છે. હાઉસની અંદર વિરોધ પક્ષોએ સૂચનો કરવા જોઈએ તેને બદલે ટીકા ટિપ્પણીઓ પર ઊતરી પડ્યા.પીએમ મોદીની અને પાર્ટીની ટીકા ટિપ્પણી કરી. ધર્મનું કોઈ પ્રકારનું જ્ઞાન નથી એવા લોકો મહાદેવ નો ફોટા લઈને હાઉસમાં આવી ગયા. હાઉસના નિયમો મૂકીને હાઉસમાં આડેધડ બોલ્યા. એમ જણાવી રાહુલગાંધી ને આડે હાથે લીધા હતા
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
