News of Thursday, 11th July 2024
ગુવાર ગામના વાળ કપાવવા ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો
મૃતદેહ મળ્યા બાદ ગામમાં દીપડાએ યુવાનને ફાડી નાખ્યો હોવાની વાત વહેતી થઈ: પોલીસે વન વિભાગમાં તપાસ તપાસ કરી પરંતુ આ હત્યા હતી: મરનાર યુવાન ઘરેથી ગામમાં વાળ કપાવવા ગયો પરંતુ રાત સુધી નહિ આવતા પરિવારે શોધખોળ કરતા કેનાલ નજીક મૃતદેહ મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગુવાર ગામના યુવાનની હત્યા થતા રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે . પ્રાપ્ત વિગતો અનુસાર ભીખાભાઈ મનાભાઈ તડવી(રહે,ગુવાર, પંચાયત ઓફિસની બાજુમાં )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ મારો સૌથી મોટો દિકરો મિતેશભાઇ (ઉ.વ.૩૦) જેના લગ્ન કરાલી તા. જેતપુર ખાતે રહેતા સંજયભાઈ તડવીની દિકરી રીતાબેન સાથે દશેક વર્ષ પહેલા થયેલા અને તેમને મનમેળ ન થતા લગ્નના ત્રણેક વર્ષ બાદ છુટાછેટા થઈ ગયેલ મિતેશ અને રીટાબેનના લગ્ન સંસારથી એક દિકરો નામે પણ છે.
તા.૦૯/૦૭/૨૦૨૪ ના રોજ સાંજના સમયે અમે પરિવાર સાથે ઘરે હતા તે વખતે મારા દિકરાએ જણાવેલ કે, હું લાછરસ ગામે મારા વાળ કપાવવા જાઉં છુ તેમ કહી ઘરેથી ગયેલ, જે રાતના આઠેક વાગ્યા સુધી ન આવતા મિતેશ ને શોધવા માટે મારો નાનો દિકરો શૈલેષભાઇ તથા અમારા ફળીયામાં રહેતા વિશાલભાઇ પ્રવિણભાઇ તડવી તથા અન્ય લોકો ગયા, તેની શોધખોળ બાદ પરત રાતના બારેક વાગ્યાના અરસામાં ઘરે આવેલા અને મારા દિકરા શૈલેષ એ મને જણાવેલ કે, લાછરસ ગામ સુધી જઈને આવ્યા પણ મિતેશનો પત્તો લાગ્યો નથી તેમ કહેતા મિતેશને દારૂ પીવાની ટેવ છે જે સવારે આવી જશે તેમ વિચારી અમો બધા સુવા પડેલા ત્યારબાદ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં મારા મોબાઇલ ઉપર અમારા ફળીયામાં રહેતા બકો બચુભાઇ તડવીનો ફોન આવેલ અને જણાવેલ કે મિતેશ કેનાલના કુવાવાળી જગ્યાએ રોડની બાજુમાં પડેલ છે, ત્યારબાદ જાણવા મળ્યું કે મિતેશને કોઈકે મારી નાખેલ છે. તેના શરીરે જોતા છાતીથી નીચેના ભાગે કપાયેલા ઘા હોવાના કારણે આંતરડા દેખાતા હતા અને માથામાં કપાળથી ઉપર ડાબી બાજુ ધા થયેલ હતો. જેથી તેને કોઈકે છાતીના ભાગે ધા મારી ચીરી નાખી તથા કપાળની ઉપર માથાના ભાગે ધા મારી જીવલેણ ઇજા કરી મોત નિપજાવ્યું હતું. મને મારા દિકરા ના મોત બાબતે હાલ કોઇના ઉપર શંકા નથી તેમ તેના પિતા એ ફરિયાદ માં જણાવતા રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
