News of Thursday, 11th July 2024
રાજ્યના સરકારી કર્મચારીઓના DA બાદ HRAમાં પણ વધારાની શક્યતા : જલ્દી લેવાઈ શકે નિર્ણય
ગત સપ્તાહે જ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની જાહેરાત કરવામાં આવી હતી

અમદાવાદ :તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદ ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓને વધુ એક સારા સમાચાર મળી શકે છે
રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના HRAમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. DAમાં વધારો કર્યાં બાદ ભૂપેન્દ્ર પટેલ સરકાર સરકારી કર્મચારીઓના HRAમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. આ બાબતે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
ગત સપ્તાહે જ ગુજરાત સરકાર દ્વારા સાતમા પગાર પંચનો લાભ મેળવતા સરકારી કર્માચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી-2024ના હિસાબથી મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો આપવાની જાહેરાત કરી હતી. આ રકમ 3 હપ્તામાં ચૂકવવાનું નક્કી થયું છે.
જે માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીનું એરિયર્સ જુલાઈ મહિનાનો પગાર ઓગસ્ટમાં આવશે, તેમાં ચૂકવવામાં આવશે. જ્યારે માર્ચ-એપ્રિલનો બીજો હપ્તો સપ્ટેમ્બર મહિનામાં અને ત્રીજો હપ્તો ઓક્ટોબર મહિનામાં ચૂકવવામાં આવશે. આમ આ 6 મહિનાના એરિયર્સ પેટે 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શરનર્શને 1,119 કરોડ 51 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
