તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 11th July 2024
સુરતને ધમરોળતા મેઘરાજા :સવારે કામરેજમાં 3 ઈંચ,સુરત શહેરમાં સવા ઈંચ ઉપલેટામાં 2 ઈંચ કરતા વધુ ખાબક્યો
છેલ્લા 2 કલાકમાં પણ સુરત અને ભરૂચમાં સારો એવો વરસાદ પડ્યો

સુરત :વહેલી સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ત્યારે છેલ્લા 2 કલાકમાં પણ સુરત અને ભરૂચમાં સારો એવો વરસાદ પડ્યો છે. આ સાથે જ રાજકોટના ઉપલેટામાં પણ સારો વરસાદ ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે.
સુરતના કામરેજમાં 3 ઈંચ, સુરત શહેરમાં સવા ઈંચ, ચોર્યાસીમાં 10 મીમી, ઓલપાડમાં 8 મીમી, માંગરોળમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. રાજકોટના ઉપલેટામાં પણ 2 ઈંચ, ધોરાજીમાં 10 મીમી, જેતપુરમાં 4 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ભરૂચના ઝઘડિયામાં 14 મીમી, અંકલેશ્વર અને હાંસોટમાં 9-9 મીમી, નેત્રંગમાં 5 મીમી, ભરૂચ તાલુકામાં 4 મીમી વરસાદ ખાબક્યો છે.
ઉમરગાંવ, ભેસાણ અને વાપીમાં 9-9 મીમી, જામજોધપુર અને ગળતેશ્વરમાં 5-5 મીમી, વંથલીમાં 3 મીમી, ઉમરેઠ, બોડેલી, સમી અને ડેડિયાપાડામાં 2-2 જ્યારે પેટલાદ, ઠાસરા, જેતપુર પાવી, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં 1-1 મીમી વરસાદ વરસી ચૂક્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
