News of Thursday, 11th July 2024
એપ્રિલથી જૂન દરમ્યાન પશ્ચિમરેલ્વેએ ખૂદા બક્ષો પાસેથી વસૂલ્યા બાવન કરોડ
ખૂદા બક્ષોની સંખ્યા ઘટાડવા સતત ચાલી રહ્યું છે અભિયાન

સુરત તા. ૧૧: પશ્ચિમરેલ્વે એ જૂન મહિનામાં મેલ/એકસપ્રેસ ટ્રેનોમાં ટીકીટ ચેકીંગ અભિયાન ચલાવીને ર.રપ લાખ ટીકીટ વગરના અથવા અનિયમીતતા મુસાફરો શોધ્યા હતા. ટીકીટ ચેકીંગ સ્ટાફે આવા મુસાફરો પાસેથી ૧૪.૧૦ કરોડ રૂપિયા દંડ વસૂલ્યો છે. તો એપ્રિલથી જૂન દરમ્યાન કુલ પર.૧૪ કરોડ રૂપિયા દંડની વસૂલાત કરાઇ છે.
પશ્ચિમરેલ્વે તરફથી મેલ/એકસપ્રેસ ઉપરાંત પેસેન્જર ટ્રેનો અને હોલીડે સ્પેશ્યલ ટ્રેનોમાં ટીકીટ વગરના અથવા અનિયમીત મુસાફરો પર અંકુશ લગાવવા માટે સતત ચેકીંગ અભિયાન ચલાવાઇ રહ્યું છે. પશ્ચિમરેલ્વેના સીનીયર કોમર્શીયલ અધિકારીઓની દેખરેખમાં ટીકીટ ચેકીંગ ટીમે એપ્રિલથી જૂન દરમ્યાન કેટલાય ટીકીટ ચેકીંગ અભિયાન ચલાવ્યા હતા. જેના દ્વારા પર.૧૪ કરોડ રૂપિયાની રકમ દંડ રૂપે વસૂલાઇ હતી.
તેમાં મુંબઇ ઉપનગરીય વિભાગમાંથી ૧૪.૬૩ કરોડ રૂપિયા પણ સામેલ છે. પશ્ચિમરેલ્વેએ જણાવ્યું કે જૂન મહિના દરમ્યાન બૂક કરાવ્યા વગરના સામાનના કેસો સહિત ર.રપ લાખ વગર ટીકીટના અથવા અનિયમીત મુસાફરો શોધીને ૧૪.૧૦ કરોડ રૂપિયાની રકમ વસૂલ કરાઇ હતી.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
