<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

નકલી સ્કુલ બાદ હવે નકલી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ઝડપાઇઃ સગીરાના મોત બાદ ભાંડો ફૂટયો

અમદાવાદ, તા. ૧૧:  અમદાવાદ જિલ્લાના બાવળામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક સગીરાનું મોત થયું હતું જેની તપાસમાં અનન્યા સ્પેશ્યાલિટી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો. બાવળાના કેરાલા ગામની આ હોસ્પિટલમાં CDHOએ રેડ પાડી અને નકલી હોસ્પિટલને સીલ કરી દીધી છે.

 આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો વ્યકિત ચલાવતો હતો.અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષ પરમારે જણાવ્યું કે બે દિવસ પહેલા એક યુવતીનું મૃત્યુ થયું એ પછી તેનો વીડિયો વાયરલ થયો હતો.

(1:40 PM IST)