News of Thursday, 11th July 2024
સુરતની માત્ર 15 મહિનાની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ :87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની કરે છે મીમીક્રી
મનશ્રી રાવલએ અનોખી સિદ્ધિ મેળવી ;10 મહિનાની હતી ત્યારથી પ્રાણીઓના અવાજ કાઢતા શીખી

સુરતમાં માત્ર 15 મહિનાની બાળકીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.સુરતમાં રહેતી 15 મહિનાની બાળકીએ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
સુરતમાં રહેતી 15 મહીનાની મનશ્રી રાવલએ અનોખી સિદ્ધિ મેળવી લીધી છે. હજુ તો તેની ઉમર માત્ર 15 જ મહિના છે અને 15 મહિનાની ઉમરમાં જ તેણે 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને તેણે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. મનશ્રીના માતા અને દાદી બંને શિક્ષક છે. 15 મહિનાની મનશ્રી આટલી નાની ઉંમરે 20 થી વધુ વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ સરળતાથી બોલે છે.
જ્યારે પણ તેણીને વિવિધ પક્ષીઓ અને પ્રાણીઓના નામ આપવામાં આવે છે, ત્યારે તે તરત જ તેમને અવાજ કાઢીને બતાવે છે. ભલે આટલી નાની ઉંમરમાં તે તમામ પ્રાણીઓ અને પક્ષીઓના નામ ન આપી શકે તો પણ તે તેમના અવાજો સહેલાઈથી મીમીક્રી કરી શકે છે. ગણતરીની સેકન્ડમાં એક બાદ એક 20થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓના અવાજોની મીમીક્રી કરવા માટે તેનું નામ વર્લ્ડ વાઈડ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
બાળકીની માતા જાનકીબેન રાવલએ જણાવ્યું હતું કે મારી દીકરી મનશ્રી રાવલએ હાલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 87 સેકન્ડમાં 20 પ્રાણીઓના અવાજની મિમિક્રી કરી છે. આ એની સિદ્ધિ છે. તે 9 થી 10 મહિનાની હતી ત્યારે પ્રાણીઓના સાઉન્ડ કેવા હોય તે અમે ધીમે ધીમે તેને શીખવાડતા હતા તો તેણે સામેથી અમને રિસ્પોન્ડ આપવાનું શરુ કર્યું હતું અને બાદમાં અમને લાગ્યું કે તેને ઇન્ટરસ્ટ છે તો અમે તેને વધુને વધુ શીખવાડતા ગયા હતા અને ધીમે ધીમે તે કેચઅપ પણ સારું કરતી હતી અને આવી રીતે તે શીખી ગઇ હતી
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
