તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th July 2024
નર્મદા. : વોટ્સએપ સ્ટેટસનો વીડીયો જોઇ સગીરાએ આત્મહત્યા કરવાના કેસમાં યુવકનો નિર્દોષ છુટકારો
વોટ્સએપ સ્ટેટસમાં હાથમાં કાચ મારી ઇજા કરી લોહી નીકળતો વીડીયો તેમજ હોસ્પિટલમાં એડમીટ થયેલાનાં વીડીયો મુકતાં સગીર બાળકી ગભરાઇ ગઇ હતી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામની સગીરાએ રાજપીપળા લાલ ટાવર પાસે રહેતા સિધ્ધાર્થકુમાર મુકેશભાઈ તડવીએ પોતાનાં વોટ્સએપ સ્ટેટસમાં હાથમાં કાચ મારી ઇજા કરી લોહી નીકળતો વીડીયો તેમજ હોસ્પિટલમાં એડમીટ થયેલાનો વીડીયો મુકતાં તે જોઈને સગીર બાળકી ગભરાઇ જતાં તેણીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યા કર્યાની ફરીયાદ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ , જેની તપાસ પોલીસે કરતાં સગીરાના કુટુંબીજનો એ એન્ડ્રોઈડ મોબાઇલમાં ઉતારેલ વીડીયો ક્લીપની સીડી તેમજ દવા પી લીધેલ તે સમયે ઉતારેલ વીડિયો ની સીડી બાદ તેની તપાસ પોલીસે કરતાં સગીરાના કુટુંબીજનો એ એન્ડ્રોઈડુ માબાઈલમાં ઉતારેલ વીડીયો કલીપની સીડી તેમજ સગીરા એ દવા પી લીધેલ તે સમયે ઉતારવામાં આવેલ વીડીયો ક્લીપની સીડી પણ પોલીસે કબજે લીધેલી અને કોર્ટમાં ચાર્જસીટ સાથે રજુ કરેલ.
ત્યારબાદ આ કેસ નર્મદા જીલ્લાનાં આસિ.ડિસ્ટ્રીકટ જજ હિરપરા સાહેબની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે સિધ્ધાર્થને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં બચાવ પક્ષ તરફે વી.વકીલ બંકિમ એચ. પરીખે હાજર રહી કેસ ચલાવીને રજુઆત કરી હતી કે મોબાઈલનો ઉપયોગ રેકોડીંગ માટે થયેલ છે, માલિકના મોબાઇલનો રીપોર્ટ કોર્ટમાં રજુ કરાયેલ નથી તથા યુવક સાથે મરનારનાં કોઇ પ્રેમ સંબંધ હોવાનું પણ સાબિત થતું નથી જેથી વકીલ બંકિમ પરીખની ધારદાર રજૂઆતો ને ધ્યાને લઈ કોર્ટે સિધ્ધાર્થ તડવી ને નિર્દોષ ઠેરવે છોડી મુકવાનો હુકમ કર્યો હતો
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
