<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

આદિત્‍યાણાના માધવ પ્રકાશભાઇ પંડિત સિવિલ એન્‍જી સેમ-૬માં કોલેજમાં પ્રથમ

આદિત્‍યાણા,તા. ૧૨: ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા લેવાયેલ સિવિલ એન્‍જીનીયરીંગ ડિપાર્ટમેન્‍ટ ડીપ્‍લોમા સેમેસ્‍ટર-૬ની ફાઇનલ પરિક્ષામાં પોલીબંદર પોલીટેકનીક કોલેજના સ્‍ટુડન્‍ટ માધવ પ્રકાશભાઇ પંડિતે ૯.૬૯ સી.પી.આઇ માર્કસ સાથે સમગ્ર ગુજરાતભરમાં ત્રીજા ક્રમાંકે જીટીયુમાં ઉતિર્ણ થયેલ છે. તેમજ પોલીટેકનીક કોલેજ પોરબંદરમાં પ્રથમ ક્રમાકં મેળવેલ છે.

આ સિધ્‍ધી બદલ કોલેજના સીવીલ ડિપાર્ટમેન્‍ટના એચ.ઓડી. કુકડીયા, પ્રીન્‍સીપાલ ઝાલા, એપ્‍લાઇડ મીકેનીકલ વિભાગના હેડ ખુંટી પ્રોફેસર માતમ મેડમ તથા અન્‍ય પ્રોફેસરોએ માધવને ઉચ્‍ચ અભ્‍યાસમાં તરક્કી કરે તેવી શુભેચ્‍છા શુભકામના પાઠવેલ છે. માધવે આ સિધ્‍ધિ મેળવીને સમસ્‍ત બ્રહ્મસમાજ અને આદિત્‍યાણા ગામે, પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

(11:26 AM IST)