<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

અમદાવાદમાં સર્વાઇકલ કેન્‍સર અંગે વર્કશોપ યોજાયો : પોરબંદર-રાજકોટ સહીતના શહેરોમાંથી મહિલાઓએ ભાગ લીધો

જુનાગઢઃ ભારતમાં સ્‍તન કેન્‍સર બાદ મહિલાઓમાં સૌથી વધુ ફેલાતુ કેન્‍સર એ સર્વાઇકલ કેન્‍સર છે. જેનું મુખ્‍ય કારણ મહિલાઓમાં આ વિષે જાગૃતતાનો અભાવ છે. ત્‍યારે અમદાવાદ ખાતે યોજાયેલ વર્કશોપમાં શહેરના સામાજીક કાર્યકર્તા જીયા શૈલેષે ભાગ લીધો હતો. અને આ ગંભીર બિમારી વિશે જાગૃતી લાવવા યોગદાન આપ્‍યું હતું. એનવીસેના ગોલ્‍ઝ મહિલાઓના વાઇબ્રન્‍ટ જુથ દ્વારા અમદાવાદ ખાતે ડો. ડેનિશા કલીનીક ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં મહિલાઓને સર્વાઇકલ કેન્‍સરના પ્રાથમીક લક્ષણો પરીક્ષણ અને તેની સારવાર વિશે માહીતગાર કરાઇ હતી. આ વર્કશોપમાં રાજકોટ-પોરબંદર-સુરત સહીત વિવિધ શહેરોની મહિલાઓએ ભાગ લીધો હતો તેમ સોનલબેન ઓડેદરાએ જણાવ્‍યું હતું. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:01 PM IST)