<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ઉદ્યોગોની સ્‍થાપના, રોજગારી અને નિકાસમાં દેશમાં ગુજરાત મોખરે

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહની હાજરીમાં ગુજરાત ગુણવતા સંકલ્‍પ સમારોહ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતની હાજરીમાં યોજાયેલ ગુજરાત ગુણવતા સંકલ્‍પ સમારોહની તસ્‍વીર

ગાંધીનગર,તા. ૧૨: ગુજરાત ગુણવત્તા સંકલ્‍પ સમારોહમાં લઘુ, મધ્‍યમ અને કુટિર ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે Thriving economy: Future industry & MSME in Gujarat ચર્ચાસત્રમાં હાજરી આપી હતી.

આ અવસરે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં રાજય સરકારના અસરકારક પ્રયાસોથી ઉદ્યોગોની સ્‍થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્‍વલ છે. ઉદ્યોગોની સ્‍થાપના, વિકાસ અને વિસ્‍તાર માટે સરકારે કરેલા કાયદાકીય સુધારાઓ અને ગુણાત્‍મક પરિવર્તનને કારણે ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની સંખ્‍યા ઉત્તરોત્તર વધી રહી છે. દેશની કુલ ઔદ્યોગિક નિકાસમાં પણ ગુજરાતનું નોંધપાત્ર યોગદાન છે. જેના પાયામાં રાજયની લોજીસ્‍ટિક હેન્‍ડલિંગની ક્ષમતા છે. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રની ભવિષ્‍યની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્‍ય નિર્માણ માટે ‘કૌશલ ધ સ્‍કિલ યુનિવર્સિટી' જેવી સંસ્‍થાઓ પણ યોગદાન આપી રહી છે.

કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્‍ય અને રોજગાર વિભાગના અધિક મુખ્‍ય સચિવ શ્રીમતી અંજુ શર્માએ ઔધોગિક ગુણવતા વિશે વિસ્‍તૃત ચર્ચા કરી હતી. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્‍તે ઇન્‍ડસ્‍ટ્રીયલ હાઇજીન મોનીટરીંગ એન્‍ડ રિપોર્ટિંગ સિસ્‍ટમ પોર્ટલનું લોન્‍ચિંગ કરવામાં આવ્‍યું છે.

શ્રીમતી અંજુ શર્માએ ક્‍વોલિટી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડીયા (QCI) ને ગુણવતા બાબતે જરૂરી સૂચનો પણ કર્યા હતા.

ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્‍સના સ્‍થાપક શ્રીમતી પાબીબેન રબારી, NABET-QCi ના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ડો. વરિન્‍દર કંવર , અશોક   લેલેન્‍ડ ભૂતપૂર્વ એમડી શ્રી વિપિન સોઢી તથા દેશ વિદેશના ક્ષેત્રના નિષ્‍ણાતો ઉપસ્‍થિત રહ્યા  હતા.

(2:42 PM IST)