તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 12th July 2024
આગામી ૩-૪ દિવસ વરસાદી ગતિવિધિઓ મોટાભાગે રાજ્યના દક્ષિણ-પૂર્વ ભાગો આસપાસ સમિતિ રહેશેઃ ગુજરાત વેધરમેન અંકિત પટેલ

રાજકોટઃ ગુજરાત વેધરમેન શ્રી અંકિત પટેલે જણાવ્યું છે કે મોનસૂન ટ્રફ, જે ગઈ કાલે તા ૧૦ જુલાઈના સવાર સુધીમાં સમાન્ય સ્થિતિ કરતાં દક્ષિણમાં હતો, ક્રમશઃ ઉત્તર તરફ સરકીને આજે ફરી તેની સામાન્ય સ્થિતિમાં આવી ગયેલ છે. મોનસુન ટ્રફનો પヘમિ છેડો આગામી ૩-૪ દિવસ સામાન્ય અથવા સામાન્ય સ્થિતી કરતા ઉત્તર તરફ સક્રિય રહેશે.
ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉત્તર કેરળ કાંઠા સુધી સક્રિય છે, જે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત કાંઠા સુધી સક્રિય રહેશે.
દરિયાઈ લેવલની સાપેક્ષમાં ૩.૬ થી ૪.૫ કિ.મી.ની ઊંચાઈ વચ્ચે અપર એર સર્કયુલર યુએસી દક્ષિણ ગુજરાત અને સંલગ્ન વિસ્તારો પર રહેલું છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
