<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ગાંધીનગરના સચિવાલયને ૪ દશકાઓ પછી નવો લૂક અપાશે

૪ જાન્‍યુઆરી, ૧૯૭૮ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગાંધીનગરમાં સચિવાલય સંકુલનો શિલાન્‍યાસ કર્યો હતો

અમદાવાદ, તા.૧૨: ગાંધીનગરના સચિવાયલને હવે નવો લૂક આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લગભગ છેલ્લા ૪ દશકાઓથી આમાં કોઈ મોટાપાયે ફેરાફાર નથી કરાયા. હવે ૪ મહિનામાં આ ડેવલપમેન્‍ટનો માસ્‍ટરપ્‍લાન તૈયાર કરી દેવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે. બાદમાં આ વર્ષના અંત સુધીમાં સચિવાલયના કોમ્‍પ્‍લેક્‍સને ફેસલિફ્‌ટ કરી દેવાશે એવી ગણતરી રાખવામાં આવી છે.

૪ જાન્‍યુઆરી, ૧૯૭૮ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગાંધીનગરમાં સચિવાલય સંકુલનો શિલાન્‍યાસ કર્યો હતો. તેવામાં હવે ૪૬ વર્ષ પછી, ગુજરાત સરકારે સચિવાલય સંકુલને એક નવો લૂક આપવા માટે કવાયત હાથ ધરીદીધી છે. જ્‍યારે મોરારજી દેસાઈએ ૧૯૭૮માં સચિવાલય સંકુલનો પાયો નાખ્‍યો હતો, ત્‍યારે પૂર્વ મુખ્‍યમંત્રી અમરસિંહ ચૌધરીએ આજથી લગભગ ૩૯ વર્ષ પૂર્વે એટલે કે સાત વર્ષ પછી ૧૧ જુલાઈ, ૧૯૮૫ના રોજ સંકુલનું ઉદઘાટન કર્યું હતું. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

સચિવાલયના નવીનીકરણના તેમના પ્રયાસમાં, ગુજરાત સરકારે રોડ્‍સ એન્‍ડ બિલ્‍ડિંગ ડિપાર્ટમેન્‍ટ્‍સને એક સલાહકારની ઓળખ કરવા માટે નિર્દેશ આપ્‍યો છે જે પ્રોજેક્‍ટ માટે બ્‍લુપ્રિન્‍ટ બનાવશે જેમાં સચિવાલય સંકુલના એક્‍સટિરિયર અને ઈન્‍ટિરિયર સહિત ઓવરઓલ વિસ્‍તારનો સમાવેશ થશે.

સરકારના સૂત્રોએ આ અંગે જણાવ્‍યું કે આગામી ચાર મહિનામાં માસ્‍ટર પ્‍લાન પ્રમાણે ડિઝાઈન બનાવી દેવામાં આવશે એવી ગણતરી કરાઈ છે. અને આખો જે પ્રોજેક્‍ટ છે એનું ફેસલિફ્‌ટ અને બિલ્‍ડઅપ અમે આ વર્ષના અંત સુધીમાં પ્‍લાન કરી રહ્યા છીએ. સરકારના ટોચના સૂત્રોએ જણાવ્‍યું કે R&B વિભાગની કેપિટલ વર્ક્‍સ બ્રાન્‍ચ પ્રોજેક્‍ટના ઈમ્‍પ્‍લિમેન્‍ટેશન માટે નોડલ એજન્‍સી રહશે. હવે માસ્‍ટર પ્‍લાન તૈયાર થયા પછી પ્રોજેક્‍ટ ખર્ચની ગણતરી કરવામાં આવશે. સચિવાલય કમ્‍પાઉન્‍ડની વાત કરીએ તો ગુજરાત વિધાનસભા, સ્‍વર્ણિમ સંકુલ ૧ અને ૨ અને ૧૪ વહીવટી બ્‍લોક્‍સ આવેલા છે.

મુખ્‍યમંત્રી અને તમામ મંત્રીઓની ઓફિસો ઉપરાંત સચિવાલય કમ્‍પાઉન્‍ડમાં રાજ્‍ય સરકારના ૨૫ વિભાગોના અધિકારીઓનું સ્‍થળ ઓકયુપાઈડ છે. સરકારના સૂત્રોએ જણાવ્‍યું હતું કે સચિવાલય સંકુલની અંદરના તમામ બ્‍લોકના એક્‍સટિરિયર અને ઈન્‍ટિરિયરને સંપૂર્ણપણે નવી રીતે બિલ્‍ડ કરવામાં આવશે. તમામ બ્‍લોકને નવો સ્‍વેન્‍કી લુક મળશે. જ્‍યારે પ્રોજેક્‍ટ પૂર્ણ થશે ત્‍યારે સચિવાલય સંકુલની અંદરના તમામ બ્‍લોકનો આંતરિક ભાગ એકસમાન દેખાશે.ૅ આની સાથે ર્પાકિંગ સ્‍લોટ અને ઓપન પ્‍લેસ સહિત સંકુલના સમગ્ર કમ્‍પાઉન્‍ડનું ફેસલિફ્‌ટ કરી દેવામાં આવશે.

ટોચના સૂત્રોએ જણાવ્‍યું હતું કે આ નવીનીકરણમાં સ્‍વર્ણિમ સંકુલ ૧ અને ૨નો પણ સમાવેશ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા બિલ્‍ડિંગની બંને બાજુએ આવેલા આ બે બ્‍લોક્‍સ, કે જેમાં મુખ્‍યમંત્રી, સરકારના મંત્રીઓ અને ટોચના અમલદારોની ઓફિસો છે, તેનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું. અનુક્રમે ૨૦૧૩ અને ૨૦૧૪માં જ્‍યારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે આ મોટાપાયે ફેરફાર થયા હતા. જ્‍યારે બીજી બાજુ ફેબ્રુઆરી ૨૦૧૮માં ગુજરાત વિધાનસભાની સંપૂર્ણ રીતે ફેસલિફ્‌ટ થયેલી બિલ્‍ડિંગનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું.

લોકશાહીનું સ્‍તર ખૂબ નીચે ગયુ છે, બધા રાજકીય પક્ષોએ આત્‍મચિંતન કરવાની જરૂર

મુંબઇ, તા.૧૨: ભારતના ઉપરાષ્‍ટ્રપતિ જગદીશ ધનખડે ગઈ કાલે મહારાષ્‍ટ્રના વિધાનભવનમાં જૉઇન્‍ટ સેશનને સંબોધન કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે ‘લોકશાહીનું સ્‍તર ખૂબ નીચે ગયું છે એટલે બધા રાજકીય પક્ષોએ આ વિશે આત્‍મચિંતન કરવું જોઈએ. સત્તાધારી અને વિરોધ પક્ષો વચ્‍ચે જોવા મળતી વાતચીત ગાયબ થઈ ગઈ છે. આથી અત્‍યારે સંસદીય લોકશાહીમાં કંઈ બરાબર નથી. આપણે સંસદના કામકાજમાં વિક્ષેપનો સામનો કરી રહ્યા છીએ. સૂત્રોચ્‍ચાર કરવાની અને વેલમાં ધસી આવવાની સ્‍થિતિ સંસદ કે રાજ્‍યસભાના કોઈ પણ ચૅરમૅન કે સ્‍પીકર માટે દુઃખદ બની જાય છે. બીજાઓના મતને આપણે માન પણ નથી આપી રહ્યા. રાજકીય પક્ષો મોટા ભાગે ટકરાવાનો અને વિરોધાત્‍મક દૃષ્ટિકોણ અપનાવી રહ્યા છે. નૈતિકતા અને સદાચાર ભારતમાં સાર્વજનિક જીવનની ઓળખ રહી છે.'

(3:37 PM IST)