<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ:સોનામાં રૂપિયા 250નો ઉછાળો:ચાંદીમાં ઊંચા ભાવે ઘટાડો

સોનાના ઔંસદીઠ ભાવ 13.59 ડોલર ઘટીને 2,401.89 ડોલર જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ નજીવો ઘટીને 30.73 ડોલર રહ્યો

અમદાવાદ :વિશ્વ બજારમાંથી મળેલા તેજીના સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં  સોનાની કિંમતમાં તેજી જોવાઈ હતી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ સોનાના ભાવ રૂપિયા 250 વધીને રૂપિયા 75,350 થયા હતા.જ્યારે ચાંદીની કિલો દીઠ કિંમત રૂપિયા 200 ગગડીને રૂપિયા 94,500 રહ્યા છે.

સોનામાં છેલ્લા ત્રણ દિવસથી તેજી જોવા મળી રહી છે. વિશ્વ બજારમાં આ બનિને કિંમતની ધાતુની વાત કરવામાં આવે તો આ અહેવાલ લખાતો હતો ત્યારે સોનાના ઔંસદીઠ ભાવ 13.59 ડોલર ઘટીને 2,401.89 ડોલર હતો. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ નજીવો ઘટીને 30.73 ડોલર રહ્યો છે.

દરમિયાન અમદાવાદ ખાતે સોના-ચાંદીના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધીને રૂપિયા 75,300 થયો હતો. જ્યારે અમદાવાદ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 300 વધી રૂપિયા 75,100 રહ્યો હતો. બીજી બાજુ ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 93,000 પર રહ્યો છે.

(8:24 PM IST)