તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
છોટા ઉદેપુરમાં ફૂડ પોઈઝનીંગથી ૩૦ બાળકોની તબિયત લથડી

છોટા ઉદેપુર, તા.૧૨ : એક તરફ ગરમી અને વરસાદ વચ્ચે વાતાવરણને પગલે બહારના દુષિત ખાદ્ય પદાર્થો જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરમાં ફૂડ પોઈઝનીંગને કારણે ૩૦થી વધુ બાળકોની તબિયત લથડતા ખળભળાટ મચ્યો છે.આ બનાવની વિગત મુજબ છોટા ઉદેપુરમાં આવેલી મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનીંગની આ ઘટના બની હતી.જેમાં ૩૦થી પણ વધુ બાળકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં હજી પણ બાળકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બાળકોને વોમીટીંગ અને પેટમાં દુખાવાની શરૂઆત થઈ ગઈ હતી. જેને પગલે તેમને તાત્કાલિક સિવિલ તથા અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફૂડ પોઈઝનીંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
