<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ર૪ મામલતદારોની બદલીઃ રાજકોટના ગીણોયાની બઢતી સાથે પીઆરઓ પદે નિમણુંક

સોમનાથના પરમાર જુનાગઢમાં : રાજકોટના એમ.ડી.દવે જસદણમાં : જાફરાબાદના જે.એમ.મહેતા ઓખામાં: પોરબંદરના વિપુલ બારોટ ડીસામાં

રાજકોટ, તા., ૧૩: રાજય સરકારે ર૪ મામલતદારોની બદલીના અને બે નાયબ મામલતદારોની મામલતદાર તરીકે બઢતીના હુકમ  કર્યા છે. મહેસુલ વિભાગના સંયુકત સચિવ સચિન પટવર્ધનની સહીથી હુકમ થયા છે.

અમરેલી ચુંટણી શાખાના એચ.એન.પરમાર સુત્રાપાડામાં, ભાવનગરના આર.એચ.સુવા કલ્‍યાણપુર, છોટા ઉદેપુરના નિલેષ પટેલ થાનગઢમાં, સોમનાથના રાજેષ પરમાર માંગરોળ (જુનાગઢ), રાજકોટ ચુંટણી શાખાના એમ.ડી.દવે જસદણમાં, બોટાદ શહેરના જે.વી.વૈષ્‍ણવ ગરૂડેશ્વર (નર્મદા) મુકાયા છે. નિમણુંક માટે પ્રતિક્ષામાં રહેલા મહેન્‍દ્ર ચાવડાની જામનગર ડીઝાસ્‍ટરમાં નિમણુંક થઇ છે. પોરબંદરના પી.આર.ઓ. વિપુલ બારોટ ડીસામાં અને જાફરાબાદના જે.એન.મહેતા ઓખા મઢીમાં  મુકાયા છે. જામનગરના ડીઝાસ્‍ટર મામલતદાર બી.ટી.સવાણીની બદલી રદ થઇ છે.

વડોદરાના પ્રવીણ વસાવાને દાહોદ અને રાજકોટના શામજીભાઇ ગીણોયાને મામલતદાર તરીકે બઢતી સાથે રાજકોટ કલેકટર કચેરીમાં જનસંપર્ક અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે.

(11:47 AM IST)