<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સટાસટીઃ ગણદેવી-ર, ઝાલોદમાં ૧ ઇંચ

રાજકોટ તા. ૧૩: આજે વહેલી સવારથી જ મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે પણ મેઘરાજા વહેલી સવારથી જ તોફાની બેટિંગ કરવાના મૂડમાં છે. નવસારીમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સવારે ૮ વાગ્‍યા સુધીમાં નવસારીના ૩ તાલુકામાં ૧ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાઈ ચૂકયો છે. જ્‍યારે દાહોદના ઝાલોદમાં પણ ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. ત્‍યારે જાણો આજે કયાં કેટલો વરસાદ ખાબકયો છે.

આજે સવારે ૬ થી ૮ વાગ્‍યા દરમિયાન રાજ્‍યના કુલ ૩૬ તાલુકામાં વરસાદ વરસ્‍યો છે. જેમાં નવસારીના ગણદેવીમાં ૫૪ મીમી, નવસારી તાલુકામાં ૩૩ મીમી, ચીખલીમાં ૨૩ મીમી, વાંસદામાં ૧૨ મીમી, જલાલપોરમાં ૧૦ મીમી અને ખેરગામમાં ૨ મીમી વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે ઝાલોદમાં ૨૩ મીમી, સાગબારામાં ૧૮ મીમી, ઉમરપાડામાં ૧૫ અને ડોલવણમાં ૧૫-૧૫ મીમી, વઘઈ અને નિઝરમાં ૧૨-૧૨ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.રાજ્‍યમાં શુક્રવારના રોજ ૧૬૮ તાલુકામાં વરસાદ વરસ્‍યો હતો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકયો હતો. એમાં પણ વલસાડ અને નવસારીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪૮ તાલુકામાં ૧ ઈંચ કરતા વધુ જ્‍યારે ૧૨૦ તાલુકામાં સામાન્‍યથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો.

(12:12 PM IST)