<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ઓરિસ્‍સાથી ટ્રક ભરી ગાંજો મંગાવનાર વોન્‍ટેડ શખ્‍સને અંતે સુરત એસઓજી દ્વારા ઝડપી લેવાયો

સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા અપાયેલ ચેલેન્‍જમાં અંતે પીઆઇ અશોક ચૌધરી ટીમ જેસીપી રાઘવેન્‍દ્ર વત્‍સ, ડીસીપી રાજદીપસિંહ નકુમનાં માર્ગદર્શનમાં ખરી ઉતરી :ગુજરાતના અલગ અલગ શહેર, જિલ્લામાં સપ્‍લાય કરવા માલ મંગાવનાર મોટા ગજાના પેડલરે નર્મદા જિલ્લામાં ઉતારેલ ગાંજો પકડાઇ જતા દોડધામમાં સુરતમાં ઘૂસવાની કરેલ ભૂલ ભારે પડી

રાજકોટ,તા. ૧૩: માત્ર સુરત નહિ, ગુજરાતના કોઇ પણ શહેર જિલ્લાનો વોન્‍ટેડ આરોપી અને તે યુવા પેઢીને બરબાદ કરનાર ડ્રગ્‍સના ધંધા સાથે સંકળાયેલ હોય તેવા સમયે બાતમીદારો એક્‍ટિવ કરી આવા ડ્રગ માફીયાઓ કે પેડલરોને પકડવાની જવાબદારી સુરત એસઓજી પીઆઇ અશોક ચૌધરી અને પીઆઇ અતુલ સોનારા વિગેરેને સુપ્રત કરી એક પ્રકારે ચેલેન્‍જ આપી છે.

ઉપરોકત સુચના અંતર્ગત એસ.ઓ.જી.ના ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એએસઆઇ જલુભાઇ મગનભાઇ તથા હેડ કોન્‍સ. રામજીભાઇ મોહનભાઇને મળેલ બાતમી આધારે નાનપુરા ડક્કા ઓવરા પાસેથી આરોપી ધર્મેન્‍દ્ર ધની એસ/ઓ રાઉત રહે. રૂમ નં. ૨૦૫ મારૂતિનગર લસકાણા ગામ સુરત મુળ રહે. સચીના તા. કોદળા જી.ગંજામ વાળાને ઝડપી લેવામાં સફળ રહેલ છે.

આરોપીની ગુનામાં કામે પુછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે ચોરી છુપીથી ઓરીસ્‍સા ખાતેથી ગાંજાનો જથ્‍થો મંગાવી ગુજરાતમાં અલગ અલગ જગ્‍યાએ ગાંજાના જથ્‍થાનું છુટક વેચાણ કરતો હોય જેમાં આજથી ચારેક મહિના પહેલા નર્મદા જિલ્લાના રાજપિપળા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની હદમાં ઓરીસ્‍સા ખાતેથી ટ્રકમાં ગાંજાનો જથ્‍થો મંગાવેલ હોય જે ટ્રક પકડાઇ ગયેલ હોય તેમજ તે સિવાય ઓલપાડ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના સાયણ ગામ ખાતે ગાંજાનો જથ્‍થો સંતાડી રાખેલ હોય જે પકડાઇ ગયેલ હોય તે બંને ગુનામાં મારૂ નામ ખુલેલ હોય જેથી  પોલીસ પકડથી બચવા પોતે નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ છે.

આરોપી વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબ્‍જો સુરત ગ્રામ્‍ય પોલીસને સોંપી આપેલ છે.

(2:13 PM IST)