News of Saturday, 13th July 2024
એસબીઆઇ ગુજરાત ઓફિસર યુનિયન ના હોદેદારોની રાષ્ટ્રીય લેવલે પસંદગી
નિલેશ રાડિયા, શ્રીરંજન કરણ અને ચેતન રાઠોડ પર અભિનંદન વર્ષા

રાજકોટઃ તા. ૧૩: ઓલ ઇન્ડિયા ઓફિસર્સ એસોસિએશનની તાજેતરમાં ગોૈહતી ખાતે ત્રીવાર્ષિક સાધારણ સભામાં રાષ્ટ્રીયસ્તર અમદાવાદ સર્કલના સર્વશ્રી નિલેશભાઇ રાડિયા રંજન કરણ અને ચેતનભાઇ રાઠોડ ઇસી મેમ્બર તરીકે ચૂંટાઇ આવતા ગુજરાતભરના બેન્કિંગ જગતમાં ખુશીની લહેરખી દોડી જવા સાથે આ અધિકારીઓના વિશાળ શુભેચ્છકો દ્વારા અવિરત અભિનદન વર્ષા થઇ રહી છે.
આ તમામ અધિકારીઓ સ્ટાફના પ્રશ્ને હંમેશ જાગૃત રહી અસરકારક રજૂઆત કરવા માટે જાણીતા છે. ઓલ ઇન્ડિયા બેંક ઓફીસર્સ ફેડરેશનમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકો ઓલ્ડ જનરેશન પ્રાઇવેટ સેકટર બેંક તથા ગ્રામીણ બેંકમાં કાર્યરત એવા ૩ લાખ ૩૧ હજારથી વધુ ઓફિસર્સનું સંગઠન છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
