<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

દ.ગુજરાતમાં રમઝટ બોલાવતા મેઘરાજા : ગણદેવીમાં ૬ કલાકમાં ૬ ઇંચ

વલસાડમાં ૪ અને ખેરગામમાં ૩ ઇંચ વરસાદના પગલે અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી તા. ૧૩ : હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્‍ચે મેઘરાજા આજે સવારથી દક્ષિણ ગુજરાતના મોટાભાગ ના વિસ્‍તારોમાં રમઝટ બોલાવી રહ્યા છે. ગણતરીના કલાકોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળતા ભારે હાલાકી ઉભી થવા પામી છે.

 જનજીવન પણ પ્રભાવિત થયું છે પરંતુ જગતનો તાત ભાવવિભોર બન્‍યો છે. ફલડકંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ કલાકથી લઇ બપોરના ૧૨ વાગ્‍યા સુધી માં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ગણદેવી ૧૪૭ મિમિ, વલસાડ ૧૦૫ મિમિ, ખેરગામ ૭૮ મિમિ, ચીખલી ૬૫ મિમિ, પારડી ૫૨ મિમિ, વાંસદા ૫૦ મિમિ, નવસારી અને ધરમપુર ૪૩-૪૩ મિમિ, ઉચ્‍છલ ૪૨ મિમિ, વઘઇ ૪૦ મિમિ, ડોલવણ ૩૦ મિમિ, સાગબારા, વાપી, નિઝર  અને કપરાડા ૨૮-૨૮ મિમિ, માંડવી ૨૭ મિમિ, ડાંગ-આહવા, સોનગઢ ૨૫- ૨૫ મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્‍યના અન્‍ય ૨૯ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૨૪ મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.

(3:58 PM IST)