News of Saturday, 13th July 2024
સહારા સેબીના વિવાદ અંગે રજુઆત

સીઆરસીએસ પોર્ટલ અને સહારા સેબી વિવાદના કારણે ગુજરાતમાં સહારા ઇન્ડિયા સાથે વર્ષોથી કામ કરી રહેલ કાર્યકર્તાઓ મુશ્કેલી અનુભવી રહ્યા હોય આ બાબતે વહેલી તકે સુખદ નિવેડો લાવવા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. ૧૨ કરોડ રોકાણકાર અને ૧૦ લાખ કાર્યકર્તાઓના હજારો કરોડો સહારા ઇન્ડિયાની સોસાયટીમાં અટવાઇને પડેલ છે. આ વિવાદ સમાપ્ત થાય અને રોકાણકારોને તેમના નાણા પરત મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી ઉઠાવવામાં આવી હતી. તેમ હળવદના ઇલેશ મહેન્દ્રભાઇ જાની (મો.૯૦૩૩૭ ૬૬૦૮૧)ની યાદીમાં જણાવાયુ છે.
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
