<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ગુજરાતમાં જામતું ચોમાસું : આગામી સાત દિવસ સુધી ગાજવીત સાથે હળવાથી મધ્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં સમયસર વરસાદ આવતા પાકને ફાયદો થશે : આજે પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદની શક્યત

અમદાવાદ તા.૧૩ : ગુજરાતમાં હવે ચોમાસું જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે જાણો હવામાન વિભાગની આગાહી.

આજે 13 જુલાઈના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

14 જુલાઈથી 19 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘ ગર્જનાની ચેતવણી પણ અપાઈ છે.

(4:43 PM IST)