તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 13th July 2024
ગુજરાત રાજ્યમાં આવનારા સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન : આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી
આગામી પાંચ દિવસ સુધી જુદા જુદા વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસશે : માછીમારોને ચેતવણી : પવનની ઝડપ 35 થી 40 કિલોમીટર રહેશે

અમદાવાદ તા.૧૩ : રાજ્યમાં મહેમહેર યથાવત છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં-ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તે અંગે માહિતી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં આવનારા સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ઉપરાંત, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ, કચ્છમાં યલો એલર્ટ છે.
આવતીકાલે રવિવારે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, તાપીમાં યલો એલર્ટ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદનીઆગાહી છે.
સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેનદ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.
મંગળવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે. વડોદરા, છોડાઉદેપુર, ભરૂચ, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, બોટાદમાં યલો એલર્ટ છે. ઉપરાંત મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
બુધવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ છે.
આ સાથે જ આવનારા પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં થંડર સ્ટ્રોમની ચેતવણી છે. પાંચ દિવસ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારો માટે વોર્નિંગ છે. જ્યારે પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
