News of Saturday, 13th July 2024
સાબરકાંઠામાં ચાંદીપુરમ નવા વાઈરસની એન્ટ્રી? :બે દિવસમાં એક બાદ એક 4 બાળકોના મોતથી ખળભળાટ : તંત્રમાં દોડધામ
નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ: પાંચ લોકોના સેમ્પલ હાલમાં ટેસ્ટિંગ માટે પુનાની લેબોરેટરીમાં મોકલાયા : હજુ એક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાનો બાકી

સાબરકાંઠાની સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકના મોત અચાનક મોત થયા છે. આશંકા છે કે બાળકોના મોત ચાંદીપુરમ વાયરસથી થયા છે. હાલમાં બાળકોના સેમ્પલને તપાસ માટે પુના મોકલાયા છે. એકસાથે ચાર બાળકોના મોતથી જિલ્લામાં હડકંપ મચી ગયો છે.
હાલમાં એક બાળક સારવાર હેઠળ છે, તો એક બાળક સ્વસ્થ છે. અચાનક બાળકોના મોતને પગલે હવે તંત્ર કામે લાગી ગયું છે. નવા વાયરસને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સર્વે શરૂ કરાવ્યો છે. ખાસ છે કે ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો સહિતના લક્ષણો આવી જતા હોય છે. રિપોર્ટમાં વાયરસ હોવાનું બહાર આવ્યા બાદ બે દિવસમાં ચાર બાળકોના મોત થયા છે. તો અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેન્સની કામગીરી ચાલી રહી છે.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ હતા. તેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્માના એકનું મોત જ્યારે અરવલ્લીના બે લોકોના મોત થયા. પાંચ લોકોના સેમ્પલ હાલમાં ટેસ્ટિંગ માટે પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે હજુ એક સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવાનો બાકી છે, સેમ્પલના રિપોર્ટ સોમવારે આવશે. ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ થયું દોડતું છે. આજે વાઈરલ મુદ્દે ઉચ્ચ અધિકારીઓની મીટિંગ યોજાઈ શકે છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
