<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

અમદાવાદના અમરાઈવાડીમાં PSI પર હુમલો:લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા કર્યો હુમલો કરાયો

PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં અવાર-નવાર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં નજીવી બાબતે ઝઘડો થતાં PSI પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના જાણે અમ હતી કે, અમદાવાદના અમરાઈવાડીમાં લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો.

અમદાવાદમાં આવેલા અમરાઈવાડીમાં PSI પર હુમલો થયાની ઘટના સામે આવી છે. લગ્નમાં વિખવાદ ન કરવા સમજાવવા જતા PSI મહેશકુમાર વર્મા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાને પગલે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

PSI મહેશકુમાર વર્મા પર હુમલો કરનારા આરોપી શિવા મિશ્રા, પવન રાજપુત, હની રાજપુત અને નિરજ પાસી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:56 AM IST)