<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

અરવલ્લી જિલ્લાના સાઠંબામાં ફૂડની લારી ચલાવીને જીવન ગુજરાન કરતા એક યુવક પર સ્થાનિક ત્રણેક યુવકોએ હુમલો કર્યો

પોલીસે અસમાજીક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરીને ઝડપી લેવામાં આવ્યા હતા

અરવલ્લી, તા.૧૪,

ચાઈનીઝ ફૂડની લારી ચલાવીને જીવન ગુજરાન કરતા એક યુવક પર સ્થાનિક ત્રણેક યુવકોએ હુમલો કર્યો હતો. માર મારવા ઉપરાંત લારીને રિવર્સ કાર હંકારીને અથડાવીને પરેશાન કર્યો હતો. પોલીસે અસમાજીક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરીને ઝડપી લેવામાં આવ્યા હતા.

અરવલ્લી જિલ્લાના સાઠંબામાં અસામાજીક તત્વોએ આતંક મચાવતો વીડિયો સામે આવ્યો હતો.. ચાઈનીઝ ફૂડની લારી ચલાવીને જીવન ગુજરાન કરતા એક યુવક પર સ્થાનિક ત્રણેક યુવકોએ હુમલો કર્યો હતો. માર મારવા ઉપરાંત લારીને રિવર્સ કાર હંકારીને અથડાવીને પરેશાન કર્યો હતો.આ અંગેની સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા હતા. બીજી તરફ સાઠંબા પીએસઆઈ સહિતની ટીમે ત્રણેય અસમાજીક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરીને ઝડપી લેવામાં આવ્યા હતા. દુકાન ખાલી કરાવવા માટે થઈને આરોપી યુવકોએ હુમલો કર્યાનું સામે આવ્યું છે. પોલીસે પાઠ ભણાવતી કાર્યવાહી કરવાને લઈ સ્થાનિકોમાં સંતોષ વ્યાપ્યો હતો.

(10:59 AM IST)