<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રતનપુર ચેકપોસ્ટ પાસે ટ્રકમાંથી ૫.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

દારૂ સહિત રૂ.૨૪.૮૦ લાખના મુદ્દામાલ સાથે MPના પિતા-પુત્રને શામળાજી પોલીસે પકડ્યા

 ભિલોડા, તા.૧૪,

બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા નિતનવા કીમિયા અપનાવી રહ્યા છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરી બાતમીદારો સક્રિય કરી લાખ્ખો રૂપિયાના વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી રહી છે. અણસોલ નજીક બેટરી બોક્સની આડમાં ઘૂસાડાતો ૫.૨૪ લાખના વિદેશી દારૂ સહિત ૨૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મધ્યપ્રદેશના બે ખેપિયાને દબોચી લીધા હતા.શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને એન.એસ.બારા તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરતા રતનપુર ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવા નીકળ્યો હોવાની બાતમી મળતાં પોલીસ સતર્ક બની બાતમી આધારિત ટ્રક આવતાં અટકાવી તલાસી લેતાં ટ્રકમાં મોટી માત્રામાં પૂંઠાના બોક્સમાં બેટરીઓની આડમાં સંતાડેલા વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૪૦ કિં. રૂ. ૫,૨૪,૪૦૦નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક નારાયણસિંહ ભંવરસિંહ સોનગરા અને મહેન્દ્રસિંહ નારાયણસિંહ સોનગરા (બંને,રહે. શિવગઢ, રતલામ, મધ્યપ્રદેશ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક,મોબાઈલ અને બેટરી નંગ-૫૭૭ મળી કુલ રૂ. ૨૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પિતા-પુત્ર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:04 PM IST)