News of Sunday, 14th July 2024
ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ
ખેડા LCB એ 20,500ની કિંમતનો દારુ ઝડપ્યો:નેશનલ હાઈવે 48 પર આવેલ પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાંથી દારુ પકડાયો

ખેડામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફેરી LCB પોલીસે ઝડપી પાડી છે. કનેરા ગોડાઉનમાં ડિલિવરી કુરિયર કંપનીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી છે. નેશનલ હાઈવે 48 પર આવેલ પેલેડિયમ લોજિસ્ટિક પાર્કમાંથી દારુ પકડાયો છે. અશ્વિકા નામના ગોડાઉનમાંથી 41 નંગ વિદેશી દારુની બોટલ પકડાઈ છે. ખેડા LCB એ 20,500ની કિંમતનો દારુ ઝડપ્યો છે. દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીએ વિજાપુરના રંજનસિંહ ચૌહાણના નામે મોકલ્યુ હતુ પાર્સલ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
