<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી

અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે યેલો એલર્ટ

અમદાવાદ : રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી આજે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. 

  અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં આજે યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસથી ફરી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે. 

 અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી છે. વેસટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનિક સર્ક્યુલેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ વરસવાની સંભાવના હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

(4:43 PM IST)