<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

સુરત, નવસારી, વલસાડમાં અતિભારે અને અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદ ખાબકશે : જાણો 5 દિવસ ક્યાં ક્યાં વરસાદની આગાહી

સોમવારે ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે, આજે સુરત, નવસારી, વલસાડમાં અતિભારે જ્યારે અમદાવાદ, વડોદરા, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા અને ગાંધીનગરમાં હળવો વરસાદ થઇ શકે છે. આવતીકાલે ભરૂચ અને તાપી જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે.

14 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં અતિભારે જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

15 જુલાઈના રોજ ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહિસાગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

16 જુલાઈએ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

17 જુલાઈએ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ થઇ શકે છે.

18 જુલાઈએ જામનગર, દેવભૂમિ દ્વારા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થઇ શકે છે. અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(6:57 PM IST)