News of Sunday, 14th July 2024
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય : અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ :ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી .

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશ સિસ્મટ, આ ત્રણેય સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગે વરસાદને લઇને સુરત, વલસાડ, નવસારી,તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
અમદાવાદમાં વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આણંદ, વડોદરા,ભરૂચ, પંચમહાલ, દાહોદ,છોટા ઉદેપુર, બોટાદ, ભાવનગર, અમરેલી,ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની શક્યતાને જોતા પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહયો છે પરંતુ ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ કારોધાકોળ છે. હવામાન વિભાગે 16 જુલાઇ બાદ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
