News of Sunday, 14th July 2024
ભાડભુત બેરેજ યોજનાની ડેડલાઈન પૂર્ણ થવાને હવે 3 મહિના જ બાકી: કામગીરી 30 ટકા જ પૂર્ણ થઈ
જમીન સંપાદન કામગીરી પૂર્ણ થયા બાદ દોઢ વર્ષ ફ્લડ પ્રોટેક્શન વોલ બનતા લાગશે

ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લા માટે અતિ મહત્વની ભાડભુત બેરેજ યોજનાની ડેડલાઈન પૂર્ણ થવાને હવે 3 મહિના જ બાકી રહ્યાં છે જેની સામે કામગીરી 30 ટકા જ પૂર્ણ થઈ છે.
ભરૂચ જિલ્લાની પ્રજા ગત વર્ષનું નર્મદા નદીનું ઘોડાપુર હજી ભુલ્યું નથી. અંકલેશ્વરને તો નર્મદાના ઐતિહાસિક ઘોડાપૂરે ગત ચોમાસામાં તારાજ કરી દીધું હતું ત્યારે હજી સંભવત પુર સામે સંરક્ષણ મેળવવા 3 વર્ષની રાહ જોવી પડે તેવી શકયતા રહેલી છે.
ભરૂચ અને અંકલેશ્વર શહેરના કાંઠાના વિસ્તારોને નર્મદા નદીમાં આવતા ઘોડાપુર અને ધોવાણથી રક્ષણ આપવા વડાપ્રધાનની મહ્ત્વકાંક્ષી રૂપિયા 8 હજાર કરોડની ભાડભુત બેરેજ યોજનાની કામગીરી 15 ઓક્ટોબર 2020 થી શરૂ કરાઇ હતી.
ચાર વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈનમાં હવે 3 મહિનાનો જ સમય બાકી રહયો છે. જોકે કોરોના કાળ, દર વર્ષે વરસાદી મૌસમ અને પુર તેમજ સંપાદન સહિત એક યા બીજા કારણોસર ભાડભુત બેરેજની કામગીરી હજી સુધી 30 ટકા જ પણ પૂર્ણ થઈ છે.
નર્મદા નદીમાં ચોમાસામાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પુર દરમિયાન છોડાતા પાણીથી રક્ષણ આપવા. દરિયાના ખારાપાણીને આગળ વધતા અટકાવવા. મીઠા પાણીનું સરોવર રચવા. ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવી દરિયાને આગળ વધતો અટકાવવાઆ અતિ મહત્વની યોજનામાં હજી સુધી અંકલેશ્વર તરફના કિનારે જમીન સંપાદનની કામગીરીના અંતરાયો દૂર થયા નથી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
