News of Sunday, 14th July 2024
અખિલ ભારતીય કોળી સમાજની બેઠક: હીરાભાઈ સોલંકીએ કરી નવા સંગઠનની જાહેરાત :કહ્યું -સમાજનો નેતા સીએમ બને તો આનંદની વાત
ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને બોલાવાયા

ગાંધીનગર :આગામી મુખ્યમંત્રી કોળી સમાજના હોવા અંગે હીરા સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો સમાજ માટે આનંદની વાત છે.
ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી. . સંગઠનની તમામ પાંખના હોદ્દેદારોને બેઠકમાં બોલાવાયા હતા. પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકી દ્વારા નવા સંગઠનની જાહેરાત કરાઇ હતી.
આગામી મુખ્યમંત્રી કોળી સમાજના હોવા અંગે હીરા સોલંકીએ નિવેદન આપતા કહ્યું કે કોળી સમાજના નેતા મુખ્યમંત્રી બને તો સમાજ માટે આનંદની વાત છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં કોળી સમાજનું મહાસંમેલન થશે.
આ સાથે તેમણે ઝોન વાઇઝ હોદ્દેદારોને સંગઠનની જવાબદારી સોંપાશે તેમ પણ કહ્યું. ચુવાળિયા,ઘેડિયા અને તળપદા કોળીને સાથે લઈને અસરકારક રીતે કામગીરી થશે તેમ હીરા સોલંકીએ જણાવ્યું હતું.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
