<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજપીપળા શહેરના સાંકડા માર્ગો પર વાહનો વધતા આડેધડ પાર્કિંગ સહિતના દબાણો દૂર કરવા જરૂરી

નાની નાની ગલીઓ કે મુખ્ય માર્ગો ઉપર આડેધડ ચાર પૈડાંના વાહનો પાર્ક થતા તેમજ દુકાનદારો દ્વારા લટકણિયાં બહાર મૂકાતા પગપાળા જવું મુશ્કેલ:દોલત બજાર મંદિર , શાક માર્કેટ રોડ, દરબાર રોડ, સ્ટેશન રોડ સહિતના માર્ગો પર દબાણથી અનેક તકલીફો:આરટીઓ એ ચાર પૈડાં ના વાહનો ખરીદતા માલિકો પાસે સૌથી પહેલા પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં એ તપાસ કરી વ્યવસ્થા હોય તેવાજ માલિકોના વાહનોના પારસીંગ કરવા જોઈએ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં હાલ ઘણા વર્ષોથી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે માટે વાહનો પણ વધ્યા છે, પરંતુ સૌથી મોટી સમસ્યા પાર્કિંગની હોય આ બાબતે તંત્રએ કડક પગલાં લેવા જોઈએ છતાં રાજકીય દબાણને વસ થયેલા તંત્રના કેટલાક અધિકારીઓ શહેરના વિકાસ બાબતે નબળા સાબિત થયા છે .
   રાજપીપળા શહેરમાં વધતી વસ્તી સામે વાહનોની સંખ્યા પણ બમણી થઈ હોય હાલ ચાર પૈડાં વાળા વાહનો પણ બમણા થયા છે ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે સ્ટેટ સમયના સાંકડા માર્ગો અને ગલીઓ માં કોઈજ સુધારો વધારો કરાયો નથી ઉપરથી શહેરમાં દબાણો વધ્યા છે જેની સામે વાહનોની સંખ્યા ચાર ઘણી થતા પાર્કિંગ ક્યાં કરવું એ મોટી તકલીફ છે હાલ બેન્કો દ્વારા મળતી વાહન ની લોન પર લોકો દેખા દેખી ચાર પૈડાંના વાહનો તો ખરીદી કરે છે અને અમુક લોકો જુના વાહનો ખરીદ કરતા હોય છે પરંતુ તેની ઉપયોગ ક્યારેક્જ કરતા હોય આ વાહનો ફક્ત પાર્કિંગમાં પડેલાજ જોવા મળે છે પરંતુ વાહન ખરીદનાર વ્યક્તિઓ જ્યાં રહે છે ત્યાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં વાહનો ખરીદતા આવા વાહન માલિકો ગમે તેના આંગણામાં કે આડેધડ પાર્કિંગ કરી અન્યને હેરાન કરે છે જેના કારણે વારંવાર ઝગડા પણ થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવી માર્ગો પહોળા કરવા જરૂરી છે. અને જ્યાં સુધી માર્ગો પહોળા કરવાની સમસ્યા હલ ન થાય ત્યાં સુધી આરટીઓ એ ચાર પૈડાં ના વાહનો ખરીદતા માલિકો પાસે સૌથી પહેલા પાર્કિંગ વ્યવસ્થા છે કે નહીં એ માટે તપાસ કરી જ્યાં આ વ્યવસ્થા હોય તેવાજ માલિકોના વાહનોના પારસીંગ કરવા જોઈએ એવું જાગૃત નાગરિકોનું માનવું છે.નહિ તો દિવસે દિવસે વધતા વાહનોની સંખ્યા જોતા એમ લાગે છે કે તંત્ર જો આ ગંભીર સમસ્યા બાબતે કડક નહીં બને તો આવનારા દિવસોમાં લોકોને પગપાળા જવું પણ મુશ્કેલ થઈ પડશે

(9:34 AM IST)