<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

રાજપીપળા પો.સ્ટે. ના અજમાયશી DySP કુણાલ સિહ પરમારને પોલીસ સ્ટાફે આપી અનોખી વિદાઇ

રાજપીપળા પો.સ્ટે. માં અજમાયશી ડીવાયએસપી અને ઇન્ચાર્જ પીઆઈ તરીકે ૪૫ દિવસ સુધી સરાહનીય કામગીરી કરનાર કુણાલ સિહ પરમાર કમાન્ડો ટ્રેનિંગમાં ગયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અજમાયશી ડીવાયએસપી અને ઇન્ચાર્જ પીઆઈ તરીકે મુકાયેલા કુણાલ સિહ પરમાર એ સતત ૪૫ દિવસ સુધી તેમની ફરજ બજાવી અને આ ફરજ દરમિયાન તેઓ એ સરાહનીય કામગીરી કરી હતી.
પોલીસ સ્ટાફ સાથે મનમેળ રાખી ગુનાઓ ઉકેલવામાં પણ સારી સફળતા મેળવી ડીવાયએસપી એ તેમના આ કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહી કરી હતી જેમાં ખાસ કરી ને રાજપીપળા માં વર્ષો થી હેડેક બનેલી ટ્રાફિક સમસ્યા માટે સતત મહેનત કરી પોતના પોલીસ સ્ટાફ સાથે રહીને આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો ને કાયદા નું પાલન કરવા માટે પાઠ ભણાવ્યા હતા જેથી આજે રાજપીપળા શહેર માં ટ્રાફિક સમસ્યા હળવી થયેલી જણાય છે.
આવા કાયદાના રખેવાળ અને પોલીસ સ્ટાફ સાથે ખભે ખભા મિલાવી કામ કરતા પોલીસ અધિકારી આજે રાજપીપળા પોલીસ સ્ટેશન માંથી કમાન્ડો ટ્રેનિંગ માં જતા રાજપીપળા પોલીસ સ્ટાફે તેમને પુષ્પગુચ્છ અને ફૂલો ની વર્ષા સાથે હસતે મુખે વિદાય આપી હતી

(10:55 AM IST)