News of Monday, 15th July 2024
GMERS કોલેજ દ્વારા MBBSના અભ્યાસમાં અસહ્ય ફ્રી વધારો રદ કરવા NSUI નું આવેદન
મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર આપી તોતિંગ વધારો રદ કરી જૂની ફી રાખવા રજૂઆત કરાઈ:ફી વધારો દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિધાર્થીના ભવિષ્યની કોઈપણ જાતની ચિંતા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલી મેડિકલ કોલેજ માં ફી વધારો કરાતા એન.એસ.યુ. ના હોદ્દેદારો એ કોલેજના ડીન ને આવેદન આપી રજૂઆત કરી છે
નર્મદા જિલ્લા NAUI પ્રમુખ તેજસભાઈ તડવી, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલભાઈ પટેલ સહિતનાઓ એ આપેલા આવેદન માં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના વિધાર્થીઓને ઉંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડના કેપીટલ ખર્ચે 13 જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી. પરંતુ ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફી માં રાતો રાત વધારો કરી દીધો હતો. આ એ બાબત દર્શાવે છે કે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિધાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી. આ ફી વધારામાં GMERS મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષીક ફીસ ૩૩૦ લાખથી વધારી 5.50 લાખ કરી, જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષીક ફ્રીસ 9.75 લાખથી વધારી 17 લાખ કરી હતી તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષીક ફ્રીસ 22 હજાર યુ.એસ.ડોલરથી વધારી 25 હજાર ડોલર તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે સરકારના પ્રતિનિધિ દ્વારા એવા જવાબ આપવામાં આવે છે કે ગયા વર્ષે GMERS સંચાલિત 13 મેડિકલ કોલેજો તથા સંલગ્ન 14 હોસ્પિટલો ચલાવવાનો
વાર્ષિક ખર્ચ આશરે 1.168 કરોડ થયો હતો., જેની સાથે GMERS મેડિકલ કોલાબા) માં આવક 423.74 કરોડ થઈ હતી જેથી સરકાર ને નુકશાન થાય છે આવું તેમણે લાગી રહ્યું છે. જેના લીધે આ નુકશાન ની ભરપાય કરવા માટે વિધાર્થીઓ પાસેથી ફી વધારો કરી નુકશાન ભરપાઈ કરવા માગે છે. અમારા મતે આ નુકશાન નહીં, પરંતુ ભવિષ્યની પેઢીનું નિર્માણ છે. આ ફી વધારો એટલો બધો છે કે આનાથી ઓછી ફી માં પાડોશી રાજ્યમાં સમગ્ર MBBSનો અભ્યાસ થઈ શકે.
એક તરફ ચાલુ વર્ષ દરમિયાન NEET પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિધ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમક નું કામ કરે છે. એક તો આજના સમય પ્રમાણે ડોક્ટોરી ની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉકટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે.
આ અંગે આપને અમારી નમ્ર અપીલ છે કે ગરીબો અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ પણ ડોક્ટર બની શકે તે માટે આ તોતિંગ ફી વધારો રદ કરો અને ગત વર્ષ જેટલી ફી રાખવા રજૂઆત કરાઈ છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
