<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મેઘરાજા અસ્‍સલ મિજાજ બતાવશે : સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો

બંગાળની ખાડીની સિસ્‍ટમ્‍સ ગુજરાત ઉપર મહેરબાન બનશે : ૨૧ જુલાઈ સુધીની આગાહી દક્ષિણ મધ્‍ય ગુજરાત અને પૂર્વ દક્ષિણ પヘમિ સૌરાષ્‍ટ્રમાં ૨ થી ૮ ઈંચ વરસાદ પડશે : હવામાન જાણકાર રાજભા કે. વાઘેલા

રાજકોટ : આ સપ્‍તાહમાં મેઘરાજાનો સાર્વત્રિક રાઉન્‍ડ આવી રહ્યો છે. અમુક વિસ્‍તારમાં એક થી બે ઈંચ તો દક્ષિણ મધ્‍ય ગુજરાત અને પૂર્વ દક્ષિણ પヘમિ સૌરાષ્‍ટ્ર જિલ્લામાં ૨ થી ૮ ઈંચ સુધી વરસાદ પડી શકે છે તેમ હવામાન જાણકાર શ્રી રાજભા કે. વાઘેલાએ જણાવ્‍યુ છે.

તેઓએ જણાવેલ કે રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં હાલ ગરમી પવન સાથે સાથે છુટા છવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે ત્‍યારે તારીખ ૧૫ થી ૨૧ જુલાઈ દરમિયાન બંગાળની ખાડીની વરસાદી સિસ્‍ટમ્‍સ ગુજરાત પર મહેરબાન થશે અને વરસાદ પોતાનો મિજાજ બતાવશે.

ચોમાસું ધરી સામાન્‍ય થશે ગુજરાત આસપાસ આવશે તેમજ ૧.૫ કિમી અને ૩ કિમી ઉંચાઈ વારા ભેજ વારા પવનો ગુજરાત પર ફૂંકાશે જેના હિસાબે રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતમાં હળવો મધ્‍યમ અને ઘણા વિસ્‍તારમાં ભારે વરસાદ જોવા મળશે.

જે માં વરસાદની માત્રા ૨૫ મી.મી.થી ૫૦ મી.મી. રહી શકે છે. અમુક વિસ્‍તારમાં તેથી વધુ વરસાદની શકયતા છે.

હાલના અંદાજ મુજબ દક્ષિણ મધ્‍ય ગુજરાત તેમજ પૂર્વ દક્ષિણ પヘમિ સૌરાષ્‍ટ્ર જિલ્લામાં ૫૦ મી.મી. થી ૨૦૦ મી.મી. વરસાદ થવાની શકયતા છે ૫-૬ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

યૂટયૂબ ચેનલમાં વી.આર.રાજ કે.માં સમયાંતરે વરસાદની માહિતી રજૂ કરે છે.

આ છે પરિબળો

હાલ દરિયાની સપાટીથી ૩.૧ અને ૫.૮ કિમીની વચ્‍ચે ઉત્તર ગુજરાત લાગુ વિસ્‍તારમાં એક સાઈકલોનિક  સકર્યુલેશન છવાયેલ છે.

મહારાષ્‍ટ્ર-ઉત્તર કેરળના દરિયાકાંઠે દરિયાઈ સપાટી પર ઓફ-શોર ટ્રફ સક્રિય રીતે યથાવત છે

દરિયાની સપાટીથી ૫.૮ કિમી ઉપર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા થી પヘમિ મધ્‍ય બંગાળની ખાડી પર સાઈકલોનિક  સકર્યુલેશન છવાયેલ છે.જે તા.૧૫ આસપાસ એક વીક લો પ્રેશર માં ફેરવાશે.જમીની ભાગો પર આવી જશે.

તા.૧૬ થી તેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે.એક બ્રોડ સરકયુલેશન બનશે. ઉપરાંત ચોમાસુ ધરી નોર્મલ થી વધુ દક્ષિણ તરફ આવી જશે. આમ અલગ અલગ પરિબળોની અસરથી સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્‍ડ આવશે.

(11:23 AM IST)