<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

મૂળ કાલાવડ (સૌરાષ્‍ટ્ર)નો અલ્‍તાફ બનાવટી નોટો સાથે ઝડપાયો

સાઉથ ગુજરાતમાં દેશ વિરોધી પ્રવૃતિઓ સામે આઇજી પ્રેમવીરસિંહ, સુરત એસપી હિતેષ જોયસર અને ડીવાયએસપી આર.આર.સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ ચાલતા અભિયાનમાં મોટી સફળતા : ઓલપાડ (સુરત ગ્રામ્‍ય) પીઆઇ ચેતન જાદવનાં વિશાળ બાતમી નેટવર્ક આધારે મહિલા પીએસઆઇ એસ.એન.ચૌધરી ટીમ દ્વારા અદભુત કાર્યવાહી

રાજકોટ, તા., ૧૫:  સાઉથ ગુજરાતમાં દારૂ , અને ખાસ કરીને ડ્રગ્‍સ, હથિયાર હેરાફેરી કે બનાવટી ચલણી નોટો , ભારતીય નાગરિક તરીકેના બનાવટી પુરાવા આધારે બાંગ્‍લાદેશ વિગેરે સ્‍થળેથી ઘૂસણખોરી જેવો પ્રવૃતિઓ પર ક્રાઇમ બ્રાન્‍ચ વડા તરીકેનાં અનુભવ આધારે મેળવેલ માહિતી અંતર્ગત સુરત રૂરલનાં તરવરિયા એસપી હિતેષ જોયસર, અનુભવી ડીવાએસપી  આર આર સરવૈયા સાથે અનેક દેશ દ્રોહી પ્રવળત્તિઓનો પર્દાફાશ કરનાર ઓલપાડ પીઆઇ ચેતન જાદવ જેવા અઘિકારીઓનો સંગમ થતાં  આવી ઙ્કવળત્તિઓ સામે ચાલતા અભિયાનને વધુ એક અર્થાત્‌ બનાવટી ચલણી નોટો સાથે એક શખ્‍સને ઝડપી લેવામાં સફળતા મળી છે.

ઓલપાડ પી.આઇ. શ્રી સી.આર.જાદવ નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી બાતમી હકિકત મળેલ કે, એક અલ્‍તાફ દીવાન નામનો ઇસમ જેણે શરીરે વાદળી કલરનો શર્ટ તથા આછા ભુરા કલરનું પેન્‍ટ પહેરેલ છે અને તેની પાસે રહેલ કથ્‍થાઇ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇ ઓલપાડ પરા વિસ્‍તારમાંથી ચાલતો ચાલતો ઓલપાડ બજારમાં વટાવવા નિકળેલ છે. તેવી બાતમી હકિકત મળતા ઓલપાડ પી.આઇ.એ તાબાના મહિલા પી.એસ.આઇ. એસ.એન.ચૌધરી નાઓએ બાતમી હકિકતવાળા ઇસમને પકડી પાડવા માટે જરૂરી રેઇડનું આયોજન કરવા  સુચના આપી માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.

જે આધારે મહિલા પી.એસ.આઇ. એ ઓલપાડ પો.સ્‍ટે.ની મહિલા પોલીસની ટીમ તથા પોલીસ સ્‍ટાફના માણસો તેમજ સુરત ગ્રામ્‍ય એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો સાથે બાતમી હકિકત વાળા ઇસમને પકડી પાડવા માટે સફળ રેઇડનું આયોજન કરી મોજે ઓલપાડ પરા વિસ્‍તારથી ઓલપાડ તરફ આવતા મેઇન રોડ ઉપર સેના ખાડીના બ્રીજ ઉપર આયોજન બધ્‍ધ રીતે માણસો ગોઠવી બાતમી હકિકતમાં જણાવ્‍યા મુજબના ઇસમ કોર્ડન કરી પકડી પાડી તેના નામ સરનામાની ખાત્રી કરતા આ ઇસમ અલ્‍તાફઅહેમદ S/O ઐયુબશા દિવાન ઉંમર વર્ષ ૪૨ હાલ રહેવાસી- ઓલપાડ ગામ મોટુ ફળીયું હનીફભાઇના મકાનમાં ભાડેથી તા.ઓલપાડ જી.સુરત મુળ રહેવાસી- ખોડીયારનગર સોસાયટી મહાપ્રભુજીની બેઠકની બાજુમાં જામનગર તા.જી.જામનગર વાળો હોય અને આરોપી અલ્‍તાફઅહેમદ દિવાનની પાસે રહેલ લેધરના બેગમાં ઝડતી તપાસ કરતા  બેગમાંથી રૂ.૧૦૦/- ની ભારતીય દરની બનાવટી ચલણી નોટો નંગ ૯૭ મળી આવતા આ નોટોની તપાસણી થવા સાયન્‍ટીફીક ઓફીસરશ્રી સુરતની મદદ મેળવી બનાવટી નોટો ડુપ્‍લીકેટ હોવાનો અભિપ્રાય મળતા આરોપી અલ્‍તાફ અહેમદ S/O ઐયુબશા દિવાનની અંગ ઝડતીમાંથી રૂ.૧૧૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૫,૦૦૦/- તેમજ એક બેગ કિં.૦૦/૦૦ નો મુદ્દામાલ આગળની વધુ તપાસ અર્થે કબ્‍જે કરી આરોપી વિરૂધ્‍ધમાં ગુનો રજીસ્‍ટર કરી આરોપીએ આ બનાવટી ચલણી નોટો કયાંથી અને કઇ રીતે મેળવેલ છે તે દિશામાં તપાસ હાથ ધરેલ છે.

(11:42 AM IST)