News of Monday, 15th July 2024
૪૦ વર્ષોમાં ગુજરાતના ૭૦૩.૬ કીલોમીટર દરિયાકાંઠાનું ધોવાણ
દરિયાકાંઠાના ધોવાણમાં કચ્છ પ્રથમ નંબરે : ત્યારબાદ જામનગર, ભરૂચ અને વલસાડ જીલ્લો : દરીયાના તાપમાનનો વધારો મુખ્ય કારણ : દરીયાના તાપમાનનો વધારો મુખ્ય કારણ

નવી દિલ્હી, તા.૧૫: ૪૦ વર્ષના અભ્યાસમાં બહાર આવ્યું છે કે ગુજરાતનો દરિયાકિનારો ભયજનક દરે અદ્રશ્ય થઈ રહ્યો છે. ખંભાતના અખાતથી કચ્છના અખાત સુધી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે, એક સમયના સ્થિર કિનારાઓ હવે ઝડપથી ક્ષીણ થઈ રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ અનુસાર, ૧૬ દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી, ૧૦ નોંધપાત્ર ધોવાણ સાથે ઝઝૂમી રહ્યા છે, જે રાજ્યના દરિયાકાંઠાના લગભગ ૪૫.૮%ને જેટલો છે. આ ચિંતાજનક ઘટના લગભગ ૫૪૯ ગામોને અસર કરી રહી છે, જેમાં એક મિલિયનથી વધુ લોકો વસે છે.
અમદાવાદ, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં, કાંઠાના ૩૦ મીટરની અંદર ધોવાણ થઈ રહ્યું છે. આ ઝડપી ધોવાણ માટે દરિયાની સપાટીના તાપમાનમાં વધારો જવાબદાર છે.
ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર સ્પેસના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે, ૨૦૨૧ માં, માહી નદીના વિસ્તારની નજીકના ખંભાત દરિયાકિનારાએ ૪૦ વર્ષોમાં ૧૧૩.૯m થી ૮૩૧.૪m સુધીના કિનારાના ફેરફારોમાં નાટયાત્મક વધારો નોંધ્યો હતો, જેમાં વાર્ષિક ૩૯.૭૬m ના દરે ફેરફાર થયો હતો.
ગુજરાતનો દરિયાકિનારો ૧,૬૧૭ કિમીમાં ફેલાયેલો છે, જે ૧૩ દરિયાકાંઠાના જિલ્લાઓ અને ૩૫ તાલુકાઓને સ્પર્શે છે, જે તેને દેશનો સૌથી લાંબો દરિયા કિનારો બનાવે છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ ધોવાણ થયું છે, ત્યારબાદ જામનગર, ભરૂચ અને વલસાડનો ક્રમ આવે છે. ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકિનારામાંથી ૭૦૩.૬ કિ.મી.નું ધોવાણ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં, અંદાજે ૮૩.૦૬% દરિયાકાંઠો ધોવાઈ રહ્યો છે, ૧૦.૧૫્રુ સ્થિર છે અને ૬.૭૮% જમીન મેળવી રહ્યો છે; ક્ષીણ થતા દરિયાકાંઠાની લંબાઈ સ્થિર અને વધતા દરિયાકાંઠા કરતા વધારે છે. આ ધોવાણ સુરત જિલ્લાના દાંડીથી વલસાડ જિલ્લાના ઉમરગામ સુધી ફેલાયેલું છે, BISAG-N ના સંશોધકો ક્રળણાલ પટેલ, રાજમલ જૈન, માણિક કાલુબર્મે અને તુષારકુમાર ભટ્ટ દ્વારા અભ્યાસમાં જણાવાયું છે.તેમના અભ્યાસમાં ૧૯૭૮-૨૦૨૦ના સેટેલાઇટ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે કચ્છ અને જામનગરમાં સૌથી વધુ ધોવાણ થયું હતું, જેમાં અનુક્રમે ૧૩૦m અને ૬૪mથી વધુનું ધોવાણ થયું હતું.
BISAG અભ્યાસે દરિયાકાંઠાના પરિવર્તન દરના આધારે ધોવાણને વર્ગીકળત કર્યું: ૩૦૦ળ કરતાં ઓછા માટે નીચું, ૧૦૦-૫૦૦m માટે મધ્યમ અને 1km કરતાં વધુ માટે ઊંચું.
સંશોધનમાં ગુજરાતના દરિયાકાંઠે વધતા દરિયાઈ સપાટીના તાપમાન (SST)ને ધોવાણને વેગ આપવાના મુખ્ય પરિબળ તરીકે જોડવામાં આવ્યું છે. ૧૮૬૦-૨૦૨૦ ના ડેટાએ કચ્છના અખાત, ખંભાતના અખાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધીમે ધીમે SST વધારો દર્શાવ્યો હતો, જેમાં ખંભાતના અખાતમાં સૌથી વધુ ૧.૫ °C નો વધારો જોવા મળ્યો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્રનો કાંઠો (1.0°C) અને તે પછી કચ્છનો અખાત (0.75°C).
અભ્યાસમાં જોવા મળ્યું હતુ જામનગર જિલ્લામાં સૌથી વધુ ધોવાણ થયું હતું, જે ૧૯૭૮-૧૯૯૮ની સરખામણીમાં ૧૯૯૮-૨૦૨૦ દરમિયાન લગભગ ૨.૫ ગણું વધુ હતું, સુરત ૧.૨૪ ગણા અને વલસાડ ૧.૧૭ ગણા સાથે બીજા ક્રમે છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
