News of Monday, 15th July 2024
એસ.ટી.માં ૩૦૦૦ ડ્રાઇવરો અને ૨૩૦૦ કંડકટરની ભરતી પ્રક્રિયાઃ ૧૪૦૦ નવી બસો વસાવાશે
સ્વસ્છતા, સલામતી અને સુવિધા પર નિગમનો ભાર

રાજકોટ તા.૧૫: ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા ડ્રાઇવરો અને કંડકટરોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ડ્રાઇવરોની લેખિત પરીક્ષા લેવાઇ ગઇ છે. હવે ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવશે. અમદાવાદના વર્કશોપમાં આધુનિક ટેસ્ટ ટ્રેક તૈયાર થઇ રહયો છે.
બસ કંડકટરોની ૨૩૦૦ જગ્યાઓ માટે અગાઉ અરજી મંગાવી લેવામાં આવેલ. હાઇકોર્ટના આદેશ મુજબ દિવ્યાંગો પાસેથી અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. દિવ્યાંગો સહિત બધા વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા (કંડકટર માટે) ઓગષ્ટમાં લેવામાં આવે તેવી શકયતા છે. હાલ નિગમ પાસે ૧૫ હજાર જેટલા ડ્રાઇવર- કંડકટર છે. બન્ને મળી નવા ૫૩૦૦ જેટલા કર્મચારીઓની ભરતી થતા ડ્રાઇવર- કંડકટરની ઘટ નિવારી શકાશે.
એસ.ટી. નિગમ દ્વારા ૧૪૦૦ જેટલી નવી બસો રોડ પર દોડેલી કરવાનું આયોજન થઇ રહયું છે. પ્રત્યેક્ષ કિ.રૂા.૬૦ થી ૯૦ લાખ અંદાજવામાં આવે છે. નિગમે સુવિધા, સ્વચ્છતા અને મુસાફરોની સલામત પર વિશેષ ભાર મુકયો છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
