<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

અમદાવાદમાં મેઘો મુશળધાર, ગુરૂવાર સુધી છે ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે

અમદાવાદ, તા.૧૫: ગુજરાતના અનેક વિસ્‍તારોમાં કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર  વરસાદ વરસી રહ્યો છે. ત્‍યારે હાલ અમદાવાદમાં પણ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક વિસ્‍તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે.

અમદાવાદમાં મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના શાહીબાગ, ઘાટલોડિયા,ગોતા, વેજલપુર, જીવરાજ, પ્રહલાદનગર, સરદારનગર, ચાંદખેડા, ચાણકયપુરી સહિતના વિસ્‍તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, પ્રદીપ શર્માએ ગુજરાતના હવામાન અંગે આગાહી આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી હતી.

જેમા તેમણે જણાવ્‍યુ હતુ કે,૧૫મી તારીખે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્‍જ એલર્ટ આપવામાં આવી છે. જ્‍યારે ભાવનગર,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવી છે. આ ઉપરાંતના વિસ્‍તારોમાં કોઇ એલર્ટની આગાહી નથી.

૧૬મી તારીખે પણ અમદાવાદ સહિત દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્‍દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવી છે.

(3:45 PM IST)